Ladakh

Ladakh

ભારત અને ચીન વચ્ચે હાલ સરહદે પર તણાવ હજી પણ એમનો એમ જ યથાવત છે. આજે સવારે પ્રવર્તી રહેલા તણાવની સમીક્ષા કરવા ભારતીય લશ્કરના વડા જનરલ એમ એમ નરવણેએ લદ્દાખ (Ladakh) વિસ્તારની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે જવાનો સાથે વાતચીત કરી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પણ જુઓ : ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષમાં ભારતનો પ્રથમ વખત ટોપ-50માં સમાવેશ

જનરલ નરવણેએ સાઉથ પેંગોંગની મુલાકાત પણ લીધી હતી. જનરલ નરવણે બે દિવસ લદ્દાખમાં રહેશે. જનરલ નરવણે ત્યાં વિષમ સંજોગોમાં બારેમાસ ફરજ બજાવતા જવાનો તેમજ કમાન્ડર્સ સાથે વિચાર વિનિમય કરશે. ભારતીય જવાનો છેલ્લા ત્રણેક મહિનાથી ચીની જવાનો સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. જેથી લદ્દાખ ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ITBP અને SSBનું સંખ્યાબળ વધાર્યું હતું. ટેંકો અને તોપોની સંખ્યા પણ વધારી દીધી હતી.

આ પણ જુઓ : બે વર્ષ સુધી બાપ પોતાની દીકરી સાથે જ દુષ્કર્મ કરતો રહ્યો

ભારતીય ધરતી પર ઘુસણખોરી કરવાની ચીનના ઈરાદાઓ આપણા જવાનોએ પુરા થવા દીધા નહતા. ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે અગાઉ કહ્યું હતું કે મંત્રણાથી વાત નહીં બને તો આપણે ચીન સાથે લશ્કરી પગલાં લેવાની પણ તૈયારી રાખી હતી. જરૂર પડ્યે યુદ્ધ માટેની આપણા લશ્કરની પૂર્વતૈયારી કેવી અને કેટલી છે એનો અભ્યાસ પણ જનરલ નરવણે કરશે અને જરૂરી સલાહ સૂચન આપશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024