• જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની પ્રેરણાથી પાટણ જિલ્લાની વિવિધ કચેરીઓમાં પાણીના કુંડા અને પક્ષીઓના માળા લગાવી આપ્યો પક્ષી બચાવોનો સંદેશ..
  • પાટણ ખાતે ધ ગવર્મેન્ટ ઑફિસર્સ ક્લબ અને પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા પાટણ ખાતે આવેલી સરકારીકચેરીઓમાં પાણીના કુંડા અને પક્ષીઓના માળા લગાવવામાં આવ્યા. જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની પ્રેરણાથી વિશ્વચકલી દિવસ નિમિત્તે પક્ષી બચાવો અને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો.
  • ગ્લોબલ વોર્મિંગની અસરોના પરિણામે વાતાવરણમાં થઈ રહેલી વિપરીત અસરોના પગલે ચકલીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે તા.૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાટણ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ધ ગવર્મેન્ટ ઑફિસર્સ ક્લબ અને પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ખાતે પાણીના કુંડા અને પક્ષીઓના માળા લગાવવામાં આવ્યા.
  • આ તબક્કે ઝડપથી બદલાતા ટેકનોલોજીના યુગમાં માનસિક તણાવ દુર કરવા માટે પર્યાવરણ જતન માટેની નાની નાની પ્રવૃતિઓ મહત્વ ધરાવે છે તેમ જણાવતાં જીલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પક્ષીઓને પાણી પીવા માટેના કુંડા અને પક્ષીઓના માળા લગાવી અને પર્યાવરણ જતન માટે પ્રેરણા પુરી પાડી હતી. સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન કુંડામાં નિયમિત પાણી ભરવા સંલગ્ન કચેરીના અધિકારી-કર્મચારીશ્રીઓને સ્વેચ્છાએ આ સેવાકીય પ્રવૃત્તિ કરવા અપીલ કરી હતી.
  • ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા રાખવાની થતી કાળજીઓ અંગે સંદેશો આપ્યો. મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નીલ ખરેએ કોરોના વાયરસ સામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા અટકાયતી પગલા અંગે માહિતી આપી તેમાં સહયોગ આપવા જિલ્લાના લોકોને અપીલ કરી હતી.
  • ઓફિસર્સ ક્લબના અધિકારીશ્રીઓ દ્વારા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, ખેતીવાડી કચેરી, ખેડુત તાલીમ કેંદ્ર, જિલ્લા આયોજન કચેરી, વન વિભાગની કચેરી, ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા માહીતી કચેરી સહિત વિવિધ કચેરીઓમાં ૧૦૦ જેટલા કુંડા અને ૫૦ જેટલા પક્ષીઓના માળા વૃક્ષો ઉપર સલામત જગ્યાએ લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લોક સેવાને વરેલા એવા જીલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન અને પ્રેરણા થકી જીલ્લામાં વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીશ્રીઓ દ્વારા ધી ગવન્મેંટ ઓફિસર્સ ચેરિટેબલ એન્ડ રીક્રીએશન ક્લબની સ્થાપના કરવામાં આવી છે. જેના દ્વારા જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજને પ્રેરણાપૂરી પાડતા કાર્યક્રમોના ભાગરૂપે પર્યાવરણ જતન અને હકારાત્મક અભિગમ કેળવવા સંદેશ આપવામાં આવ્યો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024