- જિલ્લામાં પ્રવેશેલા ૫૮ પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ, હોમ કોરોન્ટાઈલ કરેલાપ્રવાસીઓ નજીકના ૨,૩૨૦ ઘરના ૯,૨૮૦ વ્યક્તિઓનું આરોગ્યકર્મીઓ દ્વારા સ્ક્રિનીંગ.
- આરોગ્ય વિભાગ દ્વારા ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ૨,૧૨૦ લોકોનું સ્ક્રિનીંગ કરાયું, જાહેરમાં થુંકવા બાબતે જિલ્લામાંથી કુલ રૂ.૧૯,૫૦૦ના દંડની વસુલાત…
- પાટણની ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીના લેવામાં આવેલા ટેસ્ટ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. તકેદારીના ભાગરૂપે પાટણ જિલ્લામાં પ્રવેશેલા ૫૮ પ્રવાસીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ પ્રવાસીઓના નજીકના ઘર અને વ્યક્તિઓનું આરોગ્યકર્મીઓ દ્વારા સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે.
- WHO દ્વારા મહામારી તરીકે ઘોષિત થયેલા COVID-19 નોવેલ કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ નિવારવા પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લામાં પ્રવેશેલા કુલ ૭૮ પ્રવાસીઓ પૈકી ૫૮ જેટલા પ્રવાસીઓને ૧૪ દિવસના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા પ્રવાસીઓના નજીકના ૨,૩૨૦ જેટલા ઘરના ૯,૨૮૦ વ્યક્તિઓનું આરોગ્ય કર્મચારીઓ દ્વારા સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે.
- વધુમાં જિલ્લાના ૮૦ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને પેટા આરોગ્ય કેન્દ્રો પર કોમ્યુનિટી હેલ્થ ઑફિસર તથા આરોગ્યકર્મીઓ દ્વારા ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ૨,૧૨૦ વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ૨૬૩ વ્યક્તિઓને સામાન્ય તાવ, શરદી અને ખાંસીની સારવાર આપવામાં આવી. તેમજ ડાયાબિટીસ અને હાઈપરટેન્શનના ૨૩૨ દર્દીઓ મળી આવ્યા હતા.
- ડ્રોપલેટથી સંક્રમણનું જોખમ ધરાવતા કોરોના વાયરસના ફેલાવાની શક્યતાઓ અટકાવવા જાહેરમાં થુંકનાર વ્યક્તિઓ પાસેથી રૂ.૧૯,૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો.ઉપરાંત આયુર્વેદિક વિભાગ દ્વારા ૧૫ સ્થળોએ કેમ્પ યોજી ૪,૨૩૯ લોકોને આરોગ્યવર્ધક ઉકાળા અને ૪૭૩ લોકોને હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.
- આરોગ્ય વિભાગના સંકલનમાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના ૩,૯૬૭ શિક્ષકો દ્વારા ૩૬,૯૧૯ કુટુંબોને કોરોના વાયરસના ચેપથી બચવા શું કરવું અને શું ન કરવું તે અંગે જાગૃતિ કેળવવા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. આંગણવાડી કાર્યકરો અને મુખ્ય સેવિકાઓ દ્વારા ગૃહ મુલાકાતો યોજી ૧૫,૬૮૭ લોકોને હેન્ડવૉશની યોગ્ય પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
- ગ્રામ્ય વિસ્તારોમાં ગામના નોટીસ બોર્ડ-બ્લેક બોર્ડ પર કોરોના વાયરસના ચેપથી બચવા શું કરવું અને શું ન કરવું તે અંગેની માહિતીના લખાણ સાથે બેનર્સ, પ્રચાર પત્રિકા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ દ્વારા વ્યક્તિગત સંપર્ક સાધી હેન્ડવૉશનું નિદર્શન અને સંક્રમણથી બચવા તકેદારીના પગલાઓ અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News