Ira Khan Pics : ઈરા ખાને રવિવારે તેના મિત્રો સાથે કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરોમાં ઇરા તેના મિત્રો સાથે પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે.
તસવીરો શેર કરતી વખતે ઈરા ખાને એક ફની કેપ્શન પણ શેર કર્યું છે. તેણે લખ્યું કે આપણે પણ બિકીની મોડલ બની શકીએ છીએ.
ફોટામાં ઈરા બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે અને તે તેના મિત્રો સાથે મસ્તી પણ કરી રહી છે. તેના ફેન્સને પણ ઈરાની તસવીરો ખૂબ જ પસંદ છે.
ઈરા એક્ટર આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે. આમિર અને રીનાએ 2002માં છૂટાછેડા લીધા હતા.
આમિર અને તેની પ્રથમ પત્ની રીનાને બે બાળકો છે – પુત્ર જુનૈદ ખાન અને પુત્રી ઇરા. તેની બીજી પત્ની કિરણ રાવ સાથે આમિરને એક પુત્ર આઝાદ રાવ ખાન છે.