Jamnagar
જામનગર (Jamnagar) ના સચાણામાં રાજ્યના CM વિજય રૂપાણીએ શિપ બ્રિકિંગ યાર્ડની મંજૂરી આપી દીધી છે. તેથી હવે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ બાદ જામનગરમાં મોટું યાર્ડ બનશે. તેમજ આ યાર્ડ આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ મુજબનું હશે. આ કારણે આસપાસના લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારીની તકો ઉભી થશે.
સૌરાષ્ટ્રમાં વિશ્વવિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગર (Jamnagar) ના સચાણામાં શિપ બ્રેકિંગ માટેનું નવું નજરાણું બનશે. રૂપાણીની જાહેરાતથી જામનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય ઘારા ધોરણો મુજબનું નવું અલંગ આકાર પામશે. ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતની મુખ્યમંત્રીની નેમ સાકાર કરવાની દિશામાં એક નવું સીમા ચિન્હ પ્રસ્થાપિત થશે.
- Rajkot : આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, 2 મકાન ધરાશાયી
- CID એ APCOના પૂર્વ ચેરમેનના ઘરે પાડી રેડ, સોના-ચાંદી અને રોકડ…
રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈએ સચાણાની જમીનની હદ અંગેના વિવાદનો અંત લાવવા ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી હતી. આ પહેલના ફળદાયી પરિણામરૂપે 2012થી બંધ પડેલું સચાણાનું શિપ બ્રેકિંગ ફરીથી ગતિવિધિ પુનઃ વેગવાન બનશે. વિશ્વના મેરી ટાઇમ અને શિપ બ્રેકિંગ શિપ રીસાયકલિંગ મેપ પર સચાણા પણ સ્થાન પામશે.
કોરોના વાયરસની સ્થિતિમાં લોકડાઉનને પરિણામે ઉદ્યોગો ધંધા રોજગાર વ્યવસાયોને આર્થિક વિપરીત અસર પડી છે, તેવા સંજોગોમાં સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ આનુષાંગિક ઉદ્યોગો વ્યવસાયો દ્વારા રોજગાર અને આર્થિક આધારમાં નવું બળ પુરું પાડશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.