Madhya Pradesh

Jharkhand

ઝારખંડ (Jharkhand) ના દુમકામાં એક ગેંગરેપની ઘટના બની છે. મેળો જોઇને ઘર તરફ પાછાં ફરી રહ્યા હતા ત્યારે પતિની હાજરીમાં સત્તર જણે એક મહિલા પર ગેંગરેપ કર્યો હતો. આ ઘટના દુમકા જિલ્લાના મુફસ્સિલ વિસ્તારમાં બની હતી.

મેળો જોઇને આ દંપતી ઘર તરફ પાછું ફરી રહ્યું હતું ત્યારે શરાબના નશામાં ધૂત એક ટોળાએ એમને રોક્યા હતા. પાંચ યુવાનોએ પતિને પકડી રાખી મહિલાને નજીકની ઝાડીમાં લઇ જઇને એક પછી એક સત્તર વ્યક્તિએ મહિલા પર રેપ ગુજાર્યો હતો. પીડિતાને તબીબી તપાસ માટે મોકલી આપવામાં આવી હતી. મહિલાએ ઓળખી બતાવેલો એક આરોપી એના જ ગામનો રહેવાસી છે.

આ પણ જુઓ : Uttar Pradesh: જાલોનમાં પાંચ વર્ષની બાળકી પર ગેંગરેપ કરાયો

સાંથાલ પરગણાના નાયબ પોલીસ કમિશનર સુદર્શન પ્રસાદ મંડલે મિડિયાને કહ્યું હતું કે મંગળવારે રાત્રે પાંચ બાળકોની માતા એવી આ મહિલા પતિ સાથે એક મેળો જોઇને ઘર તરફ પાછી ફરી રહી હતી. આરોપીઓની તપાસ પોલીસ કરી રહી હતી. એક આરોપીની ઓળખ મહિલાએ પોલીસને આપી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024