Jinping

Jinping

દુનિયાભરમાં કોરોના ફેલાવનાર ચીને હવે કોરોના ન ફેલાય તેવું કહીને દેશોના નાગરિકોને ચીન પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનના દૂતાવાસની વેબસાઈટમાં જિનપિંગ (Jinping) નો નિર્ણય રજૂ કરવામાં આવ્યો હતો.

આ જાહેરાત પ્રમાણે બ્રિટન, ભારત, બેલ્જિયમ અને ફિલિપાઈન્સના નાગરિકો ચીનમાં જઈ શકશે નહીં. ચીને સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ચીની દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ આ દેશના નાગરિકોને ચીન જવાની પરવાનગી આપશે નહીં.

તે ઉપરાંત અમેરિકા, ફ્રાન્સ, જર્મની જેવા દેશોના નાગરિકોએ ચીનમાં આવવા માટે વિશેષ પ્રમાણપત્ર આપવું પડશે અને ખાસ હેલ્થ ચેકઅપમાંથી પસાર થવું પડશે. ચીનમાં ફરીથી કોરોનાના કેસ વધશે તેવા ડરથી ચીને આ નિર્ણય લીધો હતો.

આ પણ જુઓ : મહારાષ્ટ્ર તુળજા ભવાની મંદિરના મુદ્દે સાધુઓનું આંદોલન

ચીની અિધકારીઓને તેમની હેલ્થ બાબતે જરા પણ શંકા પડશે તો ચીનમાં પ્રવેશ મળશે નહીં. ચીને બ્રિટનના તો કાયમી રહેઠાણ ધરાવતા હોય અને અત્યારે બ્રિટનમાં હોય એવા નાગરિકોના આવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ નાગરિકો પાસે વિઝા હોવા છતાં તેમને નવા નોટિફિકેશન સુધી બ્રિટનમાં જ રહેવું પડશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.