Vedant Patel
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને શુક્રવારે વ્હાઇટ હાઉસ કોમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફની જાહેરાત કરી છે. જો બાઇડેનની આ ટીમમાં ગુજરાતી મૂળના વેદાંત પટેલ (Vedant Patel) ને આસિસ્ટેંટ પ્રેસ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વેદાંત પટેલનો જન્મ ગુજરાતમાં થયો છે પરંતુ ઉછેર કેલિફોર્નિયામાં થયો હતો અને તેઓ યુનિ. ઓફ કેલિફોર્નિયાના ગ્રેજ્યુએટ છે. વેદાંત પટેલનું મૂળ વતન કડી તાલુકાનું ભાવપુરા છે. બાઇડેને 16 લોકોની નિયુક્તિની જાહેરાત કરી છે. વેદાંત પટેલને ઘણા સમયથી બાઇડેટ સાથે જોડાયેલા હતા.
આ પણ જુઓ : વડોદરામાં પણ મ્યુકરમાયકોસીસથી એક વૃદ્ધાનું મોત
બાઇડેનના પ્રચારમાં વેદાંત પટેલે નેવાદા અને પશ્વિમી રાજ્યોના કોમ્યુનિકેશન ડાયરેક્ટરની ભૂમિકા ભજવી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીના રૂપમાં તેઓ બીજા ભારતીય અમેરિકન છે. પટેલ પહેલાં પ્રિયા સિંહ વ્હાઇટ હાઉસની પ્રેસ એન્ડ કોમ્યુનિકેશન શાખામાં પ્રથમ ભારતીય મૂળના હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.