Kamrej
સુરત શહેરમાં કામરેજ (Kamrej) નાં દાદા ભગવાન મંદિર પાસે રહેતી અને મૂળ મહારાષ્ટ્રના ધુલિયાની રહીશ નરગીસનાં લગ્ન 2005ની સાલમાં લિંબાયતનાં રમજાન લતીફ મન્સુરી સાથે થયા હતા. જે લગ્ન જીવન દરમિયાન નરગીસને બે પુત્રી અને એક પુત્ર મળી 3 સંતાનની માતાને 2013 ની સાલમાં પતિ રમજાને તલાક આપી દીધા હતા.
આ બાદ નરગીસ ઉનમાં રહેતા રઇશ સાથે પ્રેમલગ્ન કરી કામરેજ (Kamrej) ચોકડી પાસે રહેવા લાગી હતી. મૂળ રાજસ્થાનના પાલી વતની રઇશ લોકડાઉનમાં વતન ફસાઇ જતા બાળકો સાથે એકલી રહેતી નરગીસ આંબોલી રહેવા માટે ગઇ હતી. રઇશ મે મહીનામાં ગામથી પરત આવી ગયો હતો.
નરગીસે ગત તા. 24-6-2020નાં રોજ પથરીની બીમારીના ઇલાજ માટે બે-ચાર દિવસ કુકરમુંડા જવાની વાત કરતાં તેની 14 વર્ષીય પૂત્રી ગભરાઇ ગઇ હતી. તેમજ તે એકલી નહીં રહી શકે એવું જણાવી પોતાની સાથે લઇ જવાની જીદ કરી. નરગીસેે આ અંગે તેને પૂછપરછ કરી તો કિશોરીએ પિતાની હેવાનિયતનો પર્દાફાશ કર્યો હતો. કિશોરીએ જણાવ્યું કે ગત 19 જુને નરગીસ જયારે ભાવનગર દવા લેવા માટે ગઇ હતી. એ દરમિયાન રાતના સમયે સાવકા પિતાએ ડરાવી ધમકાવી મારી નાંખવાની ધમકી આપી બળજબરીપૂર્વક સગીર પુત્રી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કામ આચર્યુ હતું. આ બાદ રઇશ ખાન લોકડાઉનનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો.
પુત્રી સાથે થયેલા દુષ્કર્મની ખબર થતા અકળાયેલી માતાએ વારંવાર ફોન કર્યા બાદ અંતે પતિએ નફફટાઇપૂર્વક મેં મારું કરી લીધું છે, તું જાણે અને તારું કામ જાણે, હવે તું તારી જિંદગી જીવી લેજે. આ બાદ અનેક ફોન કર્યા બાદ પણ પરત નહીં ફરેલા પતિનાં કરતુતની જાણ કામરેજ (Kamrej) પોલીસને જાણ કરી. પોલીસે સાવકા બાપ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.