ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામા બાદ સમગ્ર ગુજરાતના રાજકારણમાં હલચલ થઈ જવા પામી હતી.
થોડા દિવસો અગાઉ જ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલની નિમણૂક થયા બાદ તેમના મંત્રીમંડળની ઘોષણાને લઈ સમગ્ર રાજ્યના રાજકારણ ગરમાયું હતું ગતરોજ શપથવિધી કાર્યક્રમ યોજાવાનો હતો જે નાબૂદ થયો હતો અને ગતરોજ શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો જેમાં જે ધારાસભ્યોને મંત્રી પદ આપવાનું હતું તે તમામ ધારાસભ્યોને વહેલી સવારે પાર્ટી દ્વારા ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી હતી
જેમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાને પણ ટેલિફોનિક જાણ કરતા તેમના પરિવાર સહિત સમર્થકોમાં ખુશીની લહેર પ્રસરી હતી. કાંકરેજના ખારિયા ગામે આવેલા કીતર્િસિંહ ભાઈના નિવાસસ્થાને સમર્થકોના ટોળેટોળા ઉમટયા હતા જે પણ લોકો પહોંચે છે તે તમામ લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.