મામલતદાર ટીમનો ફરી સપાટો – ખનીજ ચોરોમાં ફફડાટ
ઉપલેટા મામલતદાર એમ.ટી.ધનવાણી દ્વારા ગઈકાલે સૌપ્રથમ નાગવદર ગામે વેણુ નદીમાંથી રૂ. 12.60 લાખના ગેરકાયદેસર રેતી ભરેલા 1 ટ્રેક્ટર, 1 ડમ્પર તથા 2 મોટરસાયકલને પકડી પાડ્યા હતા. ઉપલેટા તાલુકાના વરજાંગ જાળીયા ગામ પાસે વેણુ નદીમાં પણ ચેકીંગ હાથ ધર્યું હતું.
વરજાંગ જાળીયા ગામ પાસે મામલતદાર ધનવાણી અને તેમની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરતા નદી કાંઠે રૂ. 24.50 લાખનો ગેરકાયદેસર રેતીનો સટ્ટો ઝડપી પાડી સીઝ કર્યો હતો.
તેમજ ત્રીજી રેડ પોરબંદર હાઇવે પર ખનીજ વિસ્તારમાં અનધિકૃત રીતે જોવા મળતા રૂ. 8.60 લાખના ઓવરલોડ રેતી સાથે 1 ડમ્પર વાહનને પણ ડીટેઇન કરાયું હતું.
બધા વાહનો અને રેતી મળીને કિંમત કુલ રૂ. 48 લાખનો મુદામાલ બે દિવસમાં જ કબ્જે કરી કાર્યવાહી કરી ઉપલેટા પોલીસને સોંપ્યો હતો અને ખાણ ખનીજ વિભાગને અહેવાલ સોંપ્યો હતો.
ચાર્જ સંભાળ્યાના માત્ર સાત મહિનામાં જ એક કરોડ કરતાં વધારેની ખનીજ ચોરી ઝડપીને સરકારને તિજોરીમાં ફાયદો કરાવતા ઉપલેટા મામલતદાર એમ. ટી. ધનવાણી.
મામલતદાર ધનવાણી તથા તેની ટીમની કડક કાર્યવાહીને કારણે ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
રિપોર્ટર :- વિમલ સોંદરવા, ધોરાજી
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ