hair
અત્યારના સમયમાં છોકરીઓ ફેશનેબલ દેખાવા માટે તેમના વાળ (hair) ખુલ્લા રાખે છે. ભારતીય સંસ્કૃતિમાં આપણે ક્યારે ખુલ્લા વાળ રાખવા જોઈએ અને ક્યારે નહીં. આ વિશે ઘણી માન્યતાઓ કહેવામાં આવી છે. આજે અમે તમને એના વિશે જણાવીશું.
સ્ત્રીઓને સિલ્કી વાળ (hair) રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખરેખર, ગૂંચવાયેલા અને વેરવિખેર વાળ અમંગલકારી માનવામાં આવે છે. તથા એવું પણ કહેવામાં આવે છે કે, કૈકેયીના કોપભવનમાં વેરવિખેર વાળમાં રૂદન કરવાથી અયોધ્યાને અમંગળ કહેવામા આવતું હતું. તથા તે જ કારણથી મહિલાઓએ ખુલ્લા વાળ ન રાખવા જોઇએ.
તેમજ એવું પણ કહેવામાં આવે છે કે, ખુલ્લા વાળ (hair) હોવાને કારણે મહિલાઓની વિચારધારા અને આચરણ બંને બગડવાનું શરૂ થાય છે. આ ઉપરાંત જે પુરૂષ મોટા વાળ ખુલ્લા રાખે છે તો તેમની માનસિક સ્થિતિ બગડવાની શરૂ થાય છે.
આ સિવાય જો કોઈ સ્ત્રી ખુલ્લા વાળવાળા અશુદ્ધ અથવા અજાણ્યા સ્થળેથી પસાર થાય છે તો દુષ્ટ શક્તિઓ તેના પર હાવી થાય છે. તો આ સિવાય ખુલ્લા વાળ રાખવાથી અજાણી શક્તિઓ આકર્ષિત થાય છે. માન્યતા મુજબ, વાળ દ્વારા ઘણી બધી તંત્ર ક્રિયાઓ થાય છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.