- લેબર પાર્ટીએ 650માંથી 326 સીટો જીતી લીધી
- બ્રિટનમાં ઋષિ સુનકે સ્વીકારી હાર
- કીર સ્ટારમરને જીત પર પાઠવ્યા અભિનંદન
- કન્ઝર્વેટિવ્સને ઐતિહાસિક હાર
બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. સામાન્ય ચૂંટણી માટે મતદાન 4 જુલાઈના રોજ થયું હતું. હજારો ચૂંટણી કાર્યકરો દેશભરના મતગણતરી કેન્દ્રો પર લાખો મતપત્રોની ગણતરી કરી રહ્યા હતા, ત્યારે કન્ઝર્વેટિવ્સને ઐતિહાસિક હારનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે વડાપ્રધાન ઋષિ સુનકે રિચમંડ સીટ પરથી ચૂંટણી જીતી છે. વડા પ્રધાન ઋષિ સુનકે હારનો સ્વીકાર કરી સ્ટારમરને અભિનંદન પાઠવ્યા છે. 14 વર્ષ બાદ લેબર પાર્ટી સત્તામાં આવી રહી છે……સુનકે એમ પણ કહ્યું કે આજે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સત્તા પરિવર્તન થશે…
માહિતી અનુસાર, લેબર પાર્ટીએ સત્તાવાર રીતે બ્રિટિશ સંસદમાં બહુમતી માટે જરૂરી સંખ્યામાં બેઠકો જીતી લીધી છે. સવારે 5 વાગ્યા સુધીમાં લેબર પાર્ટીએ 650માંથી 326 સીટો જીતી લીધી હતી. લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમર હવે બહુમતી સરકાર બનાવશે……