Lata Mangeshkar Hospitalized

બોલિવૂડમાં (Bollywood) એક પછી એક સ્ટાર્સને કોરોના થઈ રહ્યો છે. અર્જુન કપૂર તથા અંશુલા બાદ હવે ખુશી કપૂરને કોરોના થયો છે. જાહન્વી કપૂર તથા બોની કપૂર હાલમાં ક્વૉરન્ટીન છે. ‘બિગ બોસ’ (BIG Boss) માં પોતાનો અવાજ અપાનાર અતુલ કપૂર પણ કોરોના પોઝિટિવ છે. 92 વર્ષીય ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરને પણ કોરોના થયો છે. તેમનામાં કોરોનાનાં હળવાં લક્ષણો છે અને તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ)માં એડમિટ છે.

વર્ષ 2019માં પણ લતા મંગેશકરને (Lata Mangeshkar) શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરને વાયરલ અને શ્વાસ લેવામાં મુશ્કેલી બાદ મેડિકલ ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી હતી. ત્યારે પણ તેમને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, લતાજીએ પોતાની કારકિર્દી દરમિયાન 50 હજારથી પણ વધુ ગીતો ગાયા છે. તેમણએ 13 વરસની વયે પહેલી વખત સાલ 1942માં આવેલી મરાઠી ફિલ્મ પહલી મંગલાગોરમાં ગીત ગાયું હતું. હિંદી સિનેમાં માટે તેમણે સાલ 1947થી ફિલ્મ આપકી સેવા માટે ગીત ગાયું હતું. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન 36 ભાષાઓમાં 50 હજારથી પણ વધુ ગીતો ગાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024