આજે મોટાભાગના લોકો જમતી વખતે સ્પૂન, છરી અને કાંટાનો ઉપયોગ કરે છે. જોકે આયુર્વેદમાં હાથ વડે ખાવાના કેટલાયે ફાયદા બતાવાયા છે. આ માટે અમેરિકામાં એક શોધ થઇ હતી જેમાં એવો ખુલાસો થયો હતો કે હાથ વડે ખાતી વ્યક્તિઓને જમ્યાનો સંતોષ મળે છે અને તે ઓવરઈટિંગ (વધુ પડતું ખાવા)થી બચી શકે છે. હાથ વડે ખાવાથી જમવાનું સરળતાથી પચી જાય છે અને તેનાથી શરીરનો વજન પણ વધતો નથી.

વજન સમતોલ રહે છે
જો તમે તમારું વજન કંટ્રોલમાં રાખવા માંગતા હોય તો જમતી વખતે ચમચી નહીં પણ તમારા હાથ વડે જમવું જોઈએ. હકીકતમાં હાથ વડે જમવાથી આપણું પેટ ભરાઈ જાય ત્યારે આપણા મગજને સંતોષ મળે છે અને આપણે ઓવરઈટિંગથી બચી શકીએ છીએ.

મો દાઝવાનો ડર રહેતો નથી
જો ખાવાનું વધુ ગરમ છે તો એવામાં તમે ચમચીથી ખાઈ શકો છો પણ તેનાથી મો દાઝવાનો ડર રહે છે, પણ હાથ વડે ખાતી વખતે મો નથી દાઝતું કારણકે જમવાનું કેટલું ગરમ છે તેનો અહેસાસ પહેલા જ થઇ જાય છે. જયારે ચમચી કે કાંટાથી ખાતી વખતે મગજ સુધી તે મેસેજ પહોંચતો નથી કે જમવાનું કેટલું ગરમ છે.

શરીરની ઉર્જા જળવાઈ રહે છે
હાથથી ખાતી વખતે શરીરની ઉર્જા લાંબા સમય સુધી બની રહે છે. કહેવાય છે કે માનવશરીર હવા, પાણી, અગ્નિ, પૃથ્વી અને આકાશ જેવા પાંચ તત્વોનું બનેલું છે. જો આ તત્વોમાં કોઈ પ્રકારનું અસંતુલન આવી જાય તો તેનાથી શરીરમાં કેટલીયે પ્રકારની બીમારીઓ થઇ શકે છે. હાથ વડે કોળિયો બનવતી વખતે જે સ્થિતિ બને છે તે શરીરના પાંચ તત્વો વચ્ચે સંતુલન બનાવી રાખે છે અને શરીરને ઉર્જા મળે છે.

પાચન ક્રિયા સુધરે છે
ચમચી વડે ખાવાથી તમારી પાચનક્રિયા રોકાઈ છે પણ હાથ વડે ખાવાથી પાચનક્રિયા સુધરે છે. ખાવાની વસ્તુને હાથ વડે અડકવાથી મગજ સુધી મેસેજ જાય છે અને પેટ પાચનક્રિયા માટે તૈયાર થાય છે. આવું થવાથી પાચનક્રિયા વધુ સારી બને છે અને ખાવાનું સરળતાથી પછી જાય છે.

ખાતી વખતે જમવા પર જ ધ્યાન રહે છે
ચમચી અને કાંટાથી જમતી વખતે કેટલીયેવાર આપણું ધ્યાન જમવાથી ભટકી જાય છે, પણ હાથ વડે ખાતી વખતે આપણું ધ્યાન માત્ર જમવા પર હોય છે. આ દરમિયાન આપણે શું ખાઈ રહ્યા છીએ અને કેટલું ખાઈ રહ્યા છીએ તેના પર પણ ધ્યાન રહે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024