Loan
વૈશ્વિક કોરોના મહામારીના કારણે ઠપ થયેલા વેપાર- ઉદ્યોગો ફરી ચાલુ થવા લાગ્યા છે. ટોચના બેન્કર્સ અને ફાઇનાન્સ કંપનીઓ નોકરી-ધંધાઓ ફરી ધમધમવા હોવાથી આ સાથે જ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વર્ષ 2020-21 દરમિયાન આશરે રૂ. 10 લાખ કરોડની હોમ, ઓટો, પર્સનલ, કોર્પોરેટ સહિતની લોન્સ (Loan) દેશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
તો ટોચની બેન્કો મહામારી છતાં 2020-21માં 10 લાખ કરોડથી વધુનું ધિરાણ લેશે તેવો મત દર્શાવી રહી છે. કોરોના કાળના લોકડાઉન બાદ ઓટો લોન (Loan) લેનાર એ કે ઇવેન્ટના નિલેષ સોલંકીએ જણાવ્યું કે સસ્તા ધિરાણ દરના કારણે એક સાથે 7-8 લાખનું રોકાણ કરવાના બદલે લોન લેવી સરળ પડે છે. તેમજ રિટર્ન સમયસર ફાઇલ કરતા હોય અને સિબિલ સ્કોર સારો હોય તો બેન્કો 24 કલાકમાં લોન મંજૂર કરી આપે છે.
અન્ય રાજ્યો કરતા ગુજરાતીઓ લોન લીધા બાદ રિ-પેમેન્ટમાં ઘણા આગળ છે. તેમજ દેશભરમાં ગુજરાત ડિજિટલ માધ્યમ દ્વારા ઇએમઆઇ ચુકવણીમાં ટોચના સ્થાને રહ્યું છે. 15 ટકાથી વધુ ગ્રાહકોએ ડિજિટલ મોડનો ઉપયોગ કરી રહ્યાંનું સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્કના ભરત સૌંદરે જણાવ્યું હતું. આ ઉપરાંત બેન્કો ડિજિટલ બેન્કિંગનો આગ્રહ રાખી રહ્યાં છે.
- ગ્રાહકોને આકર્ષવા માટે બેન્કો દ્વારા અપાતી સ્કીમ
- સિબિલ સ્કોર સારો હોય તો ઝડપી લોન
- પ્રોસેસિંગ ચાર્જમાં 25-75 ટકા સુધીની છૂટછાટ
- ગોલ્ડ પર તરત લોન, ડોક્યુમેન્ટ ચાર્જ નહીં
- ઓટો લોન પર વધારાનું વ્યાજ ડિસ્કાઉન્ટ
- જૂની લોન ઉપર ટોપઅપ લોનની પણ સગવડ
- હોમ લોન સ્વીચઓવર મુદ્દે વ્યાજમાં છૂટ
સેવા બેન્કના એમડી જયશ્રી વ્યાસે જણાવ્યું કે, ગુજરાતમાં માત્ર મહિલાઓ માટેની સેવા બેન્ક દ્વારા જુલાઇ-ઓગસ્ટ એમ બે માસમાં ગૃહ ઉદ્યોગ ચલાવી પગભર બને તે માટે 5000થી વધુ મહિલાઓને 25-30 કરોડની લોન (Loan) પૂરી પાડી છે.
આ ઉપરાંત 25-30 ટકા મહિલાઓએ પોતાની બચત ઉપાડી, ફિક્સ ડિપોઝિટ પર લોન લીધી, સોના પર લોન લઇને વેપારને જાળવવા પ્રયાસ કર્યો છે. તો લોન ચુકવણીમાં પણ મહિલાઓ સૌથી આગળ છે. જૂન માસમાં રિકવરી રેટ 90 ટકાથી વધુ રહ્યો હતો. 2019-20 નાણાંકિય વર્ષમાં સેવા બેન્ક દ્વારા 140-145 કરોડની લોન આપવામાં આવી હતી. જે 2020-21માં વધીને 200 કરોડ સુધી પહોંચી જશે. ગુજરાતની પાંચ લાખથી વધુ મહિલાઓના એકાઉન્ટ છે.
HDFC બેન્કના સ્ટેટ હેડ થોમસન જોશે જણાવ્યું કે, કોવીડ-19 પછી લોન લેનાર ગ્રાહકોમાં સૌથી વધુ ડિમાન્ડ MSME, ઓટો-એગ્રી સેક્ટરમાં છે. તથા માર્કેટ લિડર HDFCનો ધિરાણ રેશિયો કોવિડ પૂર્વે હતો તે અત્યારે ફુલફિલ થવા લાગ્યો છે. સર્વિસ પ્રોવાઇડર બેન્ક પ્રત્યે ગ્રાહકો આકર્ષાઇ રહ્યાં છે.
તેમજ BOB ના ડીજીએમ-એસએલબીસી વિનોદ ઉપાધ્યાયે જણાવ્યું કે, કોરોના બાદ ઉદ્યોગોને વેગ આપવા માટે કેન્દ્ર સરકારની ઇર્મજન્સી ક્રેડિટ ગેરંટી સ્કીમ (ECLGS) અંતર્ગત ગુજરાતના 1.25 લાખથી વધુ યુનિટોને માત્ર ત્રણ માસમાં 8073 કરોડથી વધુની લોન પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત અમુક ઉદ્યોગકારોએ મોરેટોરિયમનો લાભ લીધો છે. સરકારની આ સ્કિમ અંતર્ગત સરેરાશ 10000 કરોડથી વધુની લોન ફાળવણીની શક્યતા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.