- દિલ્હીના ઉપરાજ્યપાલને સુપ્રીમ કોર્ટે ઝાટક્યાં
- શું તમે પોતાની જાતને કોર્ટ માનો છો…: સુપ્રીમ કોર્ટ
- સુપ્રીમ કોર્ટની ડિવિઝિન બેન્ચે ભારે રોષ વ્યક્ત કર્યો
- એલજીએ બુદ્ધિનો પ્રયોગ જ ના કર્યો : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ગઈકાલે દિલ્હીના ઉપરાજ્યપાલ એલ.જી વી.કે.સક્સેનાનો ઉધડો લઈ નાખ્યો અને તેમને ઝાટકતાં કહ્યું કે તમે દિલ્હી વિકાસ ઓથોરિટી તરફથી કોર્ટમાં લંબિત એક અરજી છતાં ચર્ચા-વિચારણાં કર્યા વગર જ સંરક્ષણ ક્ષેત્રમાં આવેલા વૃક્ષોને કાપવાની મંજૂરી કેવી રીતે આપી દીધી?
જસ્ટિસ અભય એસ.ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાંની બેન્ચે કોર્ટની મંજૂરી લીધા વગર વૃક્ષો કાપવાના ઉપરાજ્યપાલના પગલાં સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે રોડ પહોળો કરવા માટેની યોજના માટે સંરક્ષિણ વન વિસ્તારમાં 1100 વૃક્ષોને કથિતરૂપે કાપી નાખવા મામલે ડીડીએના ઉપાધ્યક્ષ સામે સુઓ મોટો હાથ ધરી હતી અને અવગણનાની કાર્યવાહી મામલે સુનાવણી કરી હતી.