પાટણ શહેરમાં અસામાજિક તત્વો ને જાણે કાયદા અને વ્યવસ્થાનો બિલકુલ ડર ના રહ્યો હોય તેમ ગુરૂવારની રાત્રે પાટણ શહેરના ચાણસ્મા રોડ પર આવેલ સંસ્કાર સોસાયટીમાં લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર આવેલીસંસ્કાર સોસાયટીમાં નિવૃત્ત જીવન ગુજારતાં અને એકલાં રહેતાં સુરેશચંદ્ર ગીરધરલાલ પ્રજાપતિ ગુરૂવારના રોજ સાંજના સમયે પોતાના સંબંધીની અંતિમ ક્રિયામાંથી ધરે પરત ફર્યા હતા.
આ દરમ્યાન રાત્રીના આશરે આઠેક વાગ્યે તેઆે ઘરમાં જઇ દરવાજો બંધ કરતાં હતાં ત્યારે અજાણ્યાં ઇસમો મોઢે કપડું બાંધેલી હાલતમાં ઘરમાં ઘુસી આવ્યા હતા અને છરીની અણીએ સુરેશચંદ્ર પાસેથી આઇફોન અને રોકડ સાથે ધર માં મુકેલ સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી ઇસમોએ વૃધ્ધ પાસેથી તેઆેનાં સ્કૂટરની ચાવી લઇ સ્કૂટર પર નાસી છુટ્યા હતા.
આ લૂંટની ધટનામાં અજાણ્યાં ઇસમો વૃધ્ધના ઘરમાંથી છરીની અણીએ આઇફોન કિ.રૂ.૩૦ હજાર રોકડ રકમ રૂ.પ૦૦, સોના-ચાંદીના દાગીના કિ.રૂ.૯૬૬૦૦ અને મેસ્ટ્રો (સ્કૂટર) કિ.રૂ.ર૦ હજાર મળી કુલ કિ.રૂ.૧.૪૭ લાખની લૂંટ કરી નાસી છુટ્યા હોય આ સમગ્ર મામલો વૃધ્ધે અજાણ્યાંઇસમો વિરૂધ્ધ પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૯ર-૩૯૭-૪૪૭-૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સંસ્કાર સોસાયટીમાં નિવૃત્ત જીવન ગાળતા વૃધ્ધના ધરમાં જબરજસ્તી થી ધુસી અજાણ્યા ઈસમોએ લૂંટ ચલીવી ફરાર થયાહોવાની ઘટના ની જાણ પાટણ બી ડિવિઝન પોલીસને કરાતા પી આઈ સહિતના સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં લૂંટ નો ભેદ ઉકેલવામાં પોલીસે સફળતા મેળવી હતી. અને લુંટ કરનાર ઈસમોને તમામ મુદામાલ સાથે પકડી પાડી પાટણ બી ડિવીઝન પોલીસ સ્ટેશને લાવી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.