• પાટણ કલેકટર કચેરી વિડીયો કોન્‍ફરન્‍સ હોલ ખાતે જિલ્‍લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્‍યક્ષસ્‍થાને “મહા” વાવાઝોડાની આગાહી અન્‍વયે રાહત / બચાવ કામગીરીના આગોતરા પગલાં ભરવા અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.કે પારેખ ઉપસ્‍થિત રહયા હતા.
  • આ બેઠકમાં જિલ્‍લા કલેકટરશ્રીએ જણાવ્‍યું હતું કે હવામાન વિભાગ દ્રારા આગામી તા.૬/૧૧/૧૯ થી તા.૮/૧૧/૧૯ દરમ્‍યાન “મહા” વાવાઝોડાની આગાહી કરવામાં આવેલ છે જેમાં પવન સાથે ભારે વરસાદની સંભાવના હોઇ પાટણ જિલ્‍લામાં ઉભી થનાર પરિસ્‍થિતીને તાત્‍કાલીક પહેાચી વળવા માટે જરુરી સાવચેતીના તમામ પગલાં લેવા રાહત / બચાવની પૂર્વ તૈયારી ના ભાગરુપે બચાવ ટીમો તૈયાર રાખવા જરુરી સુચનો કર્યા હતા.
  • તમામ લાયઝન અધિકારીઓએ મીટીંગ કરી કર્મચારીઓને જરુરી સુચનો આપવા ગામના તમામ સરકારી કર્મચારીઓ સ્‍થળ ઉપર હાજર રહેવા જણાવવું.
  • રાહત કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ, વન વિભાગ,આરોગ્‍ય વિભાગ, શિક્ષણ વિભાગ, પાણી પુરવઠા,પશુપાલન વિભાગ, વિજ વિભાગ, ખેતી વિભાગ, નગર પાલીકાઓના કર્મચારીઓની ટીમો તૈયાર રાખવા જણાવ્‍યું હતું.
  • અધિકારીઓને કચેરીઓમાં હાજર રહેવા અનુરોધ કર્યો હતો.સાંતલપુર તાલુકાના અગરિયાઓ ત્રણ દિવસ રણમા ન જવા અંગેની સૂચના આપવી, તાલુકાઓમાં કંન્‍ટ્રોલ રૂમ કાર્યરત કરી કર્મચારીઓને ડયુટી ફાળવવા જણાવ્‍યું હતું.
  • કોઇપણ બનાવનું રીપોટીંગ પ્રોપર્લી અને ઝડપથી થાય તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.જિલ્‍લાની દરેક ટીમોને એર્લટ રાખવા કલેકટરશ્રીએ સુચના આપી હતી.
  • આ બેઠકમાં પ્રાન્‍ત અધિકારીઓ,પુરવઠા અધિકારી, તેમજ સલગ્‍ન કચેરીના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024