Maharashtra Cabinet
મહારાષ્ટ્રમાં કેબિનેટ (Maharashtra Cabinet) દ્વારા મહિલાઓ સાથે થતા જઘન્ય અપરાધોમાં ફાંસીની સજાથી લઇને 10 લાખ સુધીના વળતરની જોગવાઈ કરતા ડ્રાફ્ટ બિલને મંજૂરી આપવામા આવી છે. આગામી 14મી તારીખે શરૂ થનારા વિધાનસભાના સત્રમાં આ બિલને રજુ કરાશે. ત્યારબાદ તેને કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવશે.
મહિલાઓ, બાળકો વિરૂદ્ધ થતા અતી જઘન્ય અપરાધોને અટકાવવામાં આ સુધારા બિલ અતી મહત્વનું માનવામાં આવે છે. એસિડ હુમલા, બળાત્કાર, મહિલાની અતી ક્રૂરતા પૂર્વક હત્યા વગેરેમાં 10 વર્ષથી લઇને ફાંસીની સજા સુધીની જોગવાઇ કરવામાં આવશે.
આ પણ જુઓ : ખાનગી હોસ્પિટલોમાં કોરોના સારવારના દરમાં ઘટાડો કરાયો
તપાસ માટે સ્પેશિયલ પોલીસ ટીમ, અલગથી 36 સ્પેશિયલ કોર્ટની રચના કરાશે. એસિડ હુમલાનો ભોગ બનેલી પીડિતાને 10 લાખની સહાય આપી પ્લાસ્ટિક સર્જરીમાં મદદ કરાશે. અપીલ માટેનો સમય 6 મહિનાથી ઘટાડીને 45 દિવસ કરવામાં આવશે.
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું કે વર્તમાન આઇપીસી, સીઆરપીસી, પોક્સો કાયદા છે તેમાં સુધારા કરવા માટે આ ડ્રાફ્ટ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. આ બિલને શક્તિ એક્ટ તરીકે ઓળખવામાં આવશે, જેમાં મહિલાઓ વિરૂદ્ધના જઘન્ય અપરાધોમાં માત્ર 15 દિવસમાં તપાસ પૂર્ણ કરી લેવી અને 30 દિવસમાં કોર્ટની ટ્રાયલને પૂર્ણ કરી લેવા સુધીની જોગવાઇ છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.