Stamp duty માં ધરખમ ઘટાડો કરવાનો નિર્ણય આ રાજ્યે લીધો…

પોસ્ટ કેવી લાગી?

Stamp duty

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે લગાવામાં આવેલા લોકડાઉનથી દેશભરના તમામ વેપાર ધંધાને માઠી અસર થઈ છે. એમાં પણ રિયલ એસ્ટેટ ઉદ્યોગ સાવ ઠપ થયો છે. જો કે, રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો દ્વારા આ બાબતે સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે બુધવારે મંત્રીમંડળની બેઠકમાં સ્ટેમ્પ ડ્યૂટી (Stamp duty) માં ધરખમ ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો, જેને લઈને બિલ્ડરોમાં ઉત્સાહનું વાતાવરણ ફેલાયું છે. મહારાષ્ટ્ર સરકારે એક નિવેદનેમાં કહ્યું, નવા દર પ્રમાણે 1લી સપ્ટેમ્બર, 2020થી 31 ડિસેમ્બર, 2020 સુધી સ્ટેમ્પ ડ્યૂટી 5 ટકા પરથી 3 ટકા કરવામાં આવી છે, જ્યારે 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2021 સુધી તે 2 ટકા કરવામાં આવી છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટના કહેવા પ્રમાણે, આ ઘટાડાથી રૂ. 1 કરોડ સામે 31 ડિસેમ્બર સુધી રૂ. 2 લાખ અને ત્યાર પછી 31 માર્ચ, 2021 સુધી રૂ. 3 લાખ સ્ટેમ્પ ડ્યૂટી બચી જશે.

જોકે સ્ટેમ્પ ડ્યૂટી (Stamp duty) જેની પર આકારવામાં આવે છે તે વિસ્તારો અનુસાર જગ્યાના ભાવ નક્કી કરતા રેડી રેકનરના ભાવમાં ઘટાડો કરાય તો સાગમટે બધાને લાભ થઈ શકે છે. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને લીધે પહેલી વાર નવું ઘર ખરીદનારા, ફ્લેટ વેચવા માગનારા અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માગનારને પ્રોત્સાહન મળશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures