Mahila Samman Bachat Yojana 2023 : મહિલા સમ્માન બચત યોજના 2023 : મહિલાઓ માટે તેમની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમના નાણાકીય ભવિષ્ય પર નિયંત્રણ મેળવવાની આ એક શ્રેષ્ઠ તક છે. ભારતીય ટપાલ વિભાગે તમામ મહિલાઓ માટે “મહિલા સન્માન બચત પ્રમાણપત્ર”માં રોકાણની સુવિધા શરૂ કરી છે. દેશની મહિલાઓની આર્થિક સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે, 01 એપ્રિલ, 2023 થી 1.59 લાખ પોસ્ટ ઓફિસમાં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર શરૂ કરવામાં આવી.

Mahila Samman Bachat Yojana 2023 | મહિલા સમ્માન બચત યોજના વિગત

યોજનાનું નામMahila Samman Bachat Yojana | મહિલા સમ્માન બચત યોજના 2023
યોજનાનો હેતુમહિલા રોજગાર
લાભાર્થીભારતીય મહિલાઓ
અરજી પ્રકારઓનલાઈન
ફોર્મ ભરવાની તારીખશરુ થઇ
સત્તાવાર વેબસાઇટhttps://www.indiapost.gov.in

Mahila Samman Bachat Yojana 2023: મહિલા સન્માન બચત યોજના એ 2023 ના બજેટમાં ભારતીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા શરૂ કરવામાં આવેલી નવી બચત યોજના છે. તે ખાસ કરીને મહિલાઓ માટે છે. અને 2 લાખ રૂપિયા સુધીની બચત પર 7.5% ના ઊંચા વ્યાજ દર ઓફર કરે છે.

મહિલા સમ્માન બચત પત્ર યોજના સરકારના નોટિફિકેશન બહાર પડતા સાથે જ અમલમાં આવી છે. આ યોજનાનો લાભ મહિલાઓ પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવીને લઈ શકે છે. મહિલાઓ માટેની ખાસ બચત યોજના ક્યારે લાગુ થઈ, કોણ કરી શકે રોકાણ, કેટલું વ્યાજ મળશે, જાણો આ સ્કીમ સાથે સંકળાયેલી વાતો.

મહિલા સમ્માન બચત યોજના પાત્રતા – Eligibility

  • કોઈપણ મહિલા દ્વારા પોતાના માટે
  • સગીર બાળકી વતી તેના વાલી દ્વારા

મહિલા સમ્માન બચત યોજના ડિપોઝીટ વિગત

  • લઘુતમ રૂપિયા 1 હજાર અને 100 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકાય.
  • મહત્તમ મર્યાદા 2 લાખ રૂપિયા સુધી થાપણ મૂકી શકો છો.
  • વર્તમાન ખાતુ અને અન્ય ખાતુ ખોલવા વચ્ચે ત્રણ મહિનાનો સમયગાળો રાખવો પડશે. દા.ત. તમે આજે એક ડિપોઝીટ કરાવી. ત્યાર બાદ તમારે બીજી ડિપોઝીટ તે નામ પર જ કરવી પડે તો વચ્ચે 3 મહિનાનો સમયગાળો રાખવો પડે.

પોસ્ટ ઓફિસ મહિલા સન્માન બચત પત્ર સ્કીમ – કેટલો વ્યાજદર

  • તમારી ડિપોઝીટ પર વાર્ષિક 7.5 % વ્યાજ ચૂકવવામાં આવશે.
  • વ્યાજ ત્રિમાસિક ચક્રવૃધ્ધિ રીતે ગણવામાં આવશે. આ વ્યાજની રકમ ખાતામાં જમા કરવામાં આવશે. અને ખાતુ બંધ કરતી વખતે ચૂકવવામાં આવશે.
  • નિયમોનું ઉલ્લંઘન કરીને ડિપોઝીટ ઉપાડવામાં આવે તો સાદુ વ્યાજની ગણતરી કરવામાં આવશે.

Mahila Samman Savings Certificate – ખાતુ કેવી રીતે ખોલવું

  • ખાતુ ખોલવાનું ફોર્મ (ફોર્મ માટે અહીં ક્લીક કરો…)
  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ – નવા પાનકાર્ડ કાઢવાની માહિતી
  • KYC ફોર્મ
  • રોકડ રકમ અથવા ચેક સાથે પે-ઈન-સ્લીપ
ઓનલાઈન અરજી માટેઅહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024