Major cyber attack in KD Hospital servers

Ahmedabad KD Hospital : અમદાવાદની કે.ડી હોસ્પિટલમાં રેન્સમવેર એટેક થયો છે. રેન્સમવેર એટેક (Ransomware Attack) થવાના કારણે હોસ્પિટલનું સર્વર ડાઉન થઈ ગયું છે. સાયબર એટેક કરીને હોસ્પિટલ પાસે 70000 ડોલર બીટકોઈનમાં (BitCoin) ટ્રાન્સફર કરવા માંગણી કરવામાં આવી છે. આ અંગે જાણ થતાં કે.ડી હોસ્પિટલ દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે કે.ડી હોસ્પિટલમાં અનેક VIP અને VVIP દર્દીઓ દાખલ થઈ ચૂક્યા છે, જેમનો ડેટા પણ હોસ્પિટલમાં છે.

કે ડી હોસ્પિટલમાં રેન્સમવેર એટેકથી હોસ્પિટલનું સર્વર ખોરવાયું હતું. જેમાં હોસ્પિટલની ફાઇલ, દર્દીઓનો ડેટા અને સીસીટીવી સહિતના ડેટાઓ ગાયબ થઈ ગયા હતા. સાયબર એટેક કરી કોમ્પ્યુટર સર્વરને નિશાન બનાવામાં આવ્યું હતું તેમજ સાયબર એટેક કરી 70 હજાર ડોલરની માગણી કરાઈ હોવાનું પણ જામવા મળ્યું છે.

રેન્સમવેર એટેક એક પ્રકારનો વાયરસ હોય છે.આ વાયરસ સિસ્ટમમાં આવતા જ સિસ્ટમમાં ફેલાઈ જાય છે. સિસ્ટમની તમામ ફાઇલ લોક કરી દે છે. આ ફાઇલ ખોલવા પૈસાની માંગણી કરવામાં આવે છે. સ્ક્રિન પર જ ફાઇલ આવી જાય છે, જેમાં બીટકોઇનનું એડ્રેસ આવે છે તેમ પૈસા ટ્રાન્સફર કરવાના હોય છે,

70 હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્ફર કર્યા બાદ ડેટા પરત આપવા જાણ કરી હોવાની પણ વિગતો છે, રેન્સમવેર સાયબર એટેકને લઈ પોલીસને જાણ કરાઈ છે. જો કે, સમગ્ર બાબતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં સાયબર એક્સપર્ટ ટીમ પણ સાથે છે.

વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી કે.ડી હોસ્પિટલમાં રેન્સમવેર એટેક થતાં હોસ્પિટલનું સર્વર ડાઉન થઈ ગયું છે. હોસ્પિટલની ફાઇલ, દર્દીઓનો ડેટા અને સીસીટીવી સહિતના ડેટા ગાયબ થઈ ગયા છે. સાયબર એટેક કરી કોમ્પ્યુટર સર્વરને નિશાન બનાવવામાં આવ્યું છે. સાયબર એટેક કરી 70 હજાર ડોલરની માંગણી પણ કરવામાં આવી છે. 70 હજાર ડોલર બીટ કોઈનમાં ટ્રાન્સફર કર્યા બાદ જ ડેટા પરત મળશે તેવું જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024