makar sankranti muhurat

14 જાન્યુઆરી, શુક્રવારે ઉત્તરાયણ ઊજવવામાં આવશે. મકર સંક્રાંતિનો પર્વ વિવિધ શહેરોમાં વિવિધ નામથી ઊજવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતા દાનનું ફળ અન્ય દિવસની સરખામણીએ અનેક ગણું વધારે હોય છે. મકર સંક્રાંતિના સમયે જ સૂર્ય પોતાના પુત્ર શનિને મળે છે. શુક્રનો ઉદય પણ મકર સંક્રાંતિના દિવસે જ થાય છે. આ કારણે મકર સંક્રાંતિથી બધા શુભ કાર્યો શરૂ થઈ જાય છે. ત્યાં જ, મકર સંક્રાંતિથી જ ઋતુમાં પરિવર્તન થવા લાગે છે.

બ્રહ્મ અને આનંદ યોગનો અનોખો સંયોગ

મકર સંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ ઊજવવામાં આવે છે. આ તહેવાર સૂર્ય પર આધારિત હોવાથી તેની તિથિમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી. જ્યોતિષોના મતે આ વર્ષે મકર સંક્રાંતિનો તહેવાર 14મી જાન્યુઆરી, શુક્રવારના રોજ ઊજવવામાં આવશે. આ વખતે મકર સંક્રાંતિ રોહિણી નક્ષત્રમાં શરૂ થઈ રહી છે. જે સાંજે 08.18 સુધી રહેશે. આ નક્ષત્રને શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં સ્નાન અને પૂજાનું દાન કરવું શુભ છે. સાથે જ, આ દિવસે બ્રહ્મ યોગ અને આનંદ યોગની રચના થઈ રહી છે, જે અનંત ફળદાયી માનવામાં આવે છે.

મકર સંક્રાંતિનું શુભ મુહૂર્ત

આ દિવસે એટલે કે 14 જાન્યુઆરી પુણ્યકાળ મુહૂર્ત(makar sankranti shubh muhurt) બપોરે 2:12થી સાંજે 5:45 મિનિટ સુધી રહેશે. જેમાં મહાપુણ્ય કાળ મુહૂર્ત બપોરે 2:12 મિનિટથી 2:36 મિનિટ સુધી રહેશે જે કુલ 24 મિનિટનો સમયગાળો છે.

દાન કરવું શુભ

મકર સંક્રાંતિના પર્વને થોડા સ્થાને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાન, વ્રત, કથા, દાન અને ભગવાન સૂર્યદેવની આરાધના કરવાનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે કરવામાં આવતું દાન અક્ષય ફળદાયી હોય છે. શનિદેવ માટે પણ દાન કરવું શુભફળદાયી રહે છે. આ દિવસે તલ અને ગોળથી બનેલી મીઠાઈ વહેંચવામાં આવે છે. આ સિવાય મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવાની પણ પરંપરા છે.

મકર સંક્રાંતિ અંગેની પૌરાણિક માન્યતા

પૌરાણિક માન્યતા પ્રમાણે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ પોતાના પુત્ર શનિના ઘરે આવે છે. જોકે, શનિ મકર અને કુંભ રાશિનો સ્વામી છે. આ પર્વ પિતા-પુત્રના અનોખા મિલન સાથે પણ જોડાયેલો છે. એક અન્ય કથા પ્રમાણે અસુરો ઉપર ભગવાન વિષ્ણુના વિજયી થવાના ઉત્સવ તરીકે પણ મકર સંક્રાંતિ ઊજવવામાં આવે છે. આ દિવસે જ ભગવાન વિષ્ણુએ પૃથ્વી લોક ઉપર અસુરોનો સંહાર કરીને તેમના માથાઓને ધડથી અલગ કરીને મંદરા પર્વતમાં દાંટી દીધા હતાં. ત્યારથી જ ભગવાન વિષ્ણુની આ જીતને મકર સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024