Make In India

Make In India

સરકાર પિનાકા રોકેટ લોન્ચર ખરીદવાની તૈયારીમાં છે. રક્ષા મંત્રાલયે 2580 કરોડ રૂપિયાના ખર્ચે છ સૈન્ય રેજિમેન્ટ માટે પિનાકા રોકેટ લોન્ચર (Pinaka Rocket Launchers) ખરીદવા જય રહ્યું છે. જેને લઈને બે અગ્રગણ્ય ઘરેલુ રક્ષા કંપનીઓ સાથે કરાર પણ કર્યો છે. આ પગલું મેક ઈન ઈન્ડિયા (Make In India) પહેલને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે ઉઠાવવામાં આવ્યું છે. 

લાર્સન એન્ડ ટુબ્રો (L&T) અને ટાટા પાવર કંપની લિમિટેડ (TPCL) સાથે કરાર પર હસ્તાક્ષર કરાયા છે. ઉપરાંત રક્ષા ક્ષેત્રનો સરકારી ઉપક્રમ ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)ને પણ આ પ્રોજેક્ટનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. BEML એવા વાહનો પૂરા પાડશે જેના પર રોકેટ લોન્ચરને રાખવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે પિનાકા રેજિમેન્ટને સૈન્ય દળોની સંચાલન તૈયારીઓ વધારવા માટે ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલી ભારતીય સરહદે તૈનાત કરાશે. 

આ પણ જુઓ : Commander level meeting : ચીન સાથે તણાવ લઇ રાજનાથ સિંહે ડોભાલે અધિકારીઓ સાથે કરી બેઠક

રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે છ પિનાકા રેજિમેન્ટમાં ઓટોમેટેડ ગન એમિંગ એન્ડ પોઝિશનિંગ સિસ્ટમ (AGAPS)ની સાથે 114 લોન્ચર અને 45 કમાન પોસ્ટ પણ હશે. 2024 સુધીમાં મિસાઈલ રેજિમેન્ટનું સંચાલન શરૂ કરવાની યોજના છે.

આ પણ જુઓ : Pritam Singh એ સિંગાપોર સંસદમાં વિપક્ષના નેતા બની રચ્યો ઇતિહાસ

ઉપરાંત તેમાં કહેવાયું છે કે હથિયાર પ્રણાલીમાં 70 ટકા સ્વદેશી સામગ્રી હશે અને રક્ષામંત્રી રાજનાથ સિંહ તથા નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. પિનાકા મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ (MLRS)ને ડીઆરડીઓએ વિક્સિત કરી છે. આ પ્રોજેક્ટ આત્મનિર્ભર (Make In India) બનવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીના ક્ષેત્રમાં સાર્વજનિક ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રદર્શિત કરે છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024