Homemade Night Serum
- ચહેરાની દેખભાળ માટે સારી ક્રીમની સાથે સીરમ લગાવવું પણ જરૂરી હોય છે.
- તેનાથી સ્કિન રિપેર થવાની સાથે સાથે ડાઘ-ધબ્બા, કરચલીઓ દૂર કરવામાં મદદ મળે છે.
- તેમજ તેને રાત્રે ચહેરા પર લગાવવાથી રાતભર સ્કિન રિપેર થઇ ગયા બાદ સાફ, ગ્લોઇંગ દેખાવા લાગે છે.
- આમ તો માર્કેટમાં ઘણા બધા સીરમ મળે છે પરંતુ તમે ઇચ્છો તો તેમને તેને ઘરે નેચરલ વસ્તુઓથી તૈયાર કરી શકો છો.
- તેમજ તેના માટે તમારે વધારે ખર્ચો કરવાની પણ જરૂર પડશે નહીં.
- હોમમેડ સીરમ (Homemade Night Serum) બનાવવા માટેની પદ્ધતિ જાણો
- (Homemade Night Serum) સીરમ બનાવવા માટેની આવશ્યક સામગ્રી
- એલોવેરા જેલ – 2 મોટી ચમચી
- ગુલાબ જળ – 2 મોટી ચમચી
- આલમંડ ઑઇલ – 1 ચમચી
- વિટામિન-ઈ ઓઇલ કેપ્સૂયુલ – 2
- Homemade Night Serum બનાવાની પદ્ધતિ :
- સૌથી પહેલા એક કાચનું કન્ટેઇનર લો.
- તેમાં એલોવેરા જેલ અને ગુલાબ જળ નાંખીને સારી રીતે મિક્સ કરી લો.
- હવે વિટામિન-ઈના કેપ્સયુલને કાપીને તેનું તેલ નિકાળીને તેમાં નાંખો.
- હવે બદામનું તેલ મિક્સ કરીને નાંખો અને સીરમ તૈયાર કરો.
- સૂતા પહેલા પોતાના ચહેરાને સારી રીતે ક્લીન્ઝરથી અથવા ફેસવૉશથી ધોઇ નાંખો.
- એક ટુવાલને ગરમ પાણીમાં પલાળીને નિચોડી દો અને તેનાથી ચહેરાને પ્રેસ કરો. તેનાથી સ્કિન પોર્સ ખોલવામાં મદદ મળશે.
- હવે તૈયાર સીરમના કેટલાક ટીપાં લઇને તેને હળવા પ્રેશરથી આંગળીઓની મદદથી અપવર્ડ ડાયરેક્શનમાં ચહેરાની મસાજ કરો.
- આ સીરમ મૉઇશ્ચરાઇઝરથી કેટલાય ગણું વધારે સારું પરિણામ આપે છે.
- તેનાથી સ્કિનની ઊંડાણપૂર્વક સફાઇ થવાની સાથે સાથે તેને રિપેર કરવામાં મદદ મળે છે.
- તમામ નેચરલ વસ્તુઓ હોવાથી તેને રાતભર સ્કિન રિપેર કરીને ડાઘ-ધબ્બા, કરચલીઓની સમસ્યાથી રાહત અપાવીને ત્વચાને ચમકદાર બનાવે છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow