UN

Mann Ki Baat

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ (Mann Ki Baat)ના માધ્યમથી રાષ્ટ્રને સંબોધિત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે કોરોના કહેર દરમિયાન દરેક પ્રકારના ઉત્સવોમાં લોકો સંયમ રાખી રહ્યા છે તે અભૂતપૂર્વ છે. તેમણે કહ્યું કે દેશમાં સપ્ટેમ્બર મહિનો ‘ન્યૂટ્રિશય મંથ’ તરીકે ઉજવાશે. પ્રધાનમંત્રી એ મન કી બાતમાં ખેડૂતોની ચર્ચા કરતા અન્નદાતાને નમન છે કિસાનને નમન છે તેમ કહ્યું. આપણા દેશમાં આ વખતે ખરીફ પાકની વાવણી ગયા વર્ષની સરખામણીમાં 7 ટકા વધુ છે.

આ પણ જુઓ : સરદાર સરોવર ડેમની જળ સપાટી વધતા 52 ગામોને એલર્ટ, NDRFની ટીમ તૈનાત

તેમણે દેશી એપ્સ અંગે કહ્યું કે દેશવાસીઓને અપીલ કે તેઓ ‘આગળ આવે, કંઇક ઇનોવેટ કરે, કોઇ ઇમ્પલીમેન્ટ કરે’. તમારા પ્રયાસ આજના નાના-નાના સ્ટાર્ટ અપ્સ, કાલે મોટી-મોટી કંપનીઓમાં બદલાશે અને દુનિયામાં ભારતની ઓળખ બનશે. તેમણે લોકલ રમકડાં માટે ‘વોકલ’ થવાની પણ અપીલ કરી.

આ પણ જુઓ : Unlock 4 : ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન, જાણો શું શું ખુલશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે મન કી બાત (Mann Ki Baat) સાંભળી રહેલા બાળકોના માતા-પિતા પાસેની ક્ષમતા માંગું છું કારણ કે બની શકે કે જ્યારે હવે તેઓ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યા બાદ રમકડાની નવી-નવી ડિમાન્ડને કદાચ એક નવું કામ સામે આવી જશે. રમકડાં જ્યાં એક્ટિવિટી વધારવાની સાથે આપણી આકાંક્ષાઓને પણ ઉડાન આપે છે. રમકડા માત્ર મન જ ખુશ કરતું નથી પરંતુ રમકડાં મન બનાવે પણ છે.

પીએમએ કહ્યું કે ગ્લોબલ ટોય ઇન્ડસ્ટ્રીઝ 7 લાખ કરોડથી પણ વધુની છે. 7 લાખ કરોડ રૂપિયાનો આટલો મોટો વેપાર પરંતુ ભારતની ભાગીદારી તેમાં ખૂબ ઓછી છે. જે રાષ્ટ્રની પાસે આટલી વિરાસત હોય, પરંપરા હોય, શું રમકડાંના બજારમાં તેની ભાગીદારી આટલી ઓછી ન હોવી જોઇએ.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024