Manorath was held on the occasion of Annapurna Festival in patan

પાટણ શહેરના સોનીવાડા સહિત વાઘેશ્વરી માતાજી ની પોળમાં બિરાજમાન શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસર ખાતે છેલ્લા ૩ર વર્ષથી અન્નાપૂર્ણા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચાલુ સાલે પણ શ્રી અન્નપૂર્ણા મહોત્સવ સમિતિ દ્વારા ભક્તિમય માહોલમાં ર૧ દિવસીય શ્રી અન્નાપૂર્ણા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો આ અન્નપૂર્ણા મહોત્સવને અનુલક્ષીને રોજ બરોજ નીત-નવા મનોરથ યોજવામાં આવી રહ્યા છે ત્યારે મંગળવારના રોજ શ્રી અન્નાપૂર્ણા માતાજી સન્મુખ મોતી મહેલ નો મનોરથ આયોજિત કરવામાં આવ્યો હતો.

મંદિર પરીસર ખાતે આયોજિત કરાયેલા આ મનોરથના દર્શન પ્રસાદનો લાભ લઇ મોટી સંખ્યામાં ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી.

શ્રી અન્નાપૂર્ણા મહોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલા મોતી મહેલ ના મનોરથ ને સફળ બનાવવા શ્રી અન્નાપૂર્ણા મહોત્સવ સમિતિ સહિત મહિલા મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024