MCCD Form corona virus death certificate

કોરોના કાળ દરમિયાન રાજયભરમાં અનેક લોકો એ પોતાના સ્વજન ગુમાવ્યા છે આ મૃતકોને મેડિકલ સર્ટિફિકેટ કોઝ ઓફ ડેથ(MCCD)નું પ્રમાણપત્ર આપવા આજથી પ્રક્રિયા શરૂ કરાઇ છે, શુ છે સમગ્ર પક્રિયા કઈ રીતે આ ફોર્મ મળશે જુઓ સંપૂર્ણ માહિતી

MCCD સર્ટિ અને OFFICIAL DOCUMENT FOR COVID 19 DEATH માટે જરૂરી દસ્તાવેજ:

અમદાવાદ(Ahmedabad)માં કોરોનાથી સત્તાવાર મોત 3357 છે, જેની સામે કોરોનાથી થયેલા મૃત્યુ બાદ પરિવારજનોને રૂ.50 હજારની સહાય માટે 15 હજાર ફોર્મ આજ થી સિવિક સેન્ટરો પર મુકાયાં છે, AMC એ તમામ સિવિક સેન્ટર પર 250 ફોર્મ મૂક્યાં છે. શહેરમાં 60 સિવિક સેન્ટર છે, એટલે કે માત્ર સિવિક સેન્ટરો પર જ 15 હજાર ફોર્મ પ્રથમ દિવસે જ ઉપલબ્ધ કરાવાયા છે. નાગરિકો ફોર્મ ડાઉનલોડ પણ કરી શકશે આ ઉપરાંત આરોગ્ય ભવન જન્મમરણ નોંધણી કચેરી ખાતે પણ આ ફોર્મની નકલ મળશે. જે નાગરિકનું મૃત્યુ કોરોનામાં થયું હોય પણ જો તેમના મૃત્યુનું કારણ અલગ દર્શાવ્યું હોય તો તેમના સ્વજનોને પણ જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરવાનું રહેશે. મેડિકલ સર્ટિફિકેટ કોઝ ઓફ ડેથ નું સર્ટી મેળવવા માટે આ પ્રક્રિયા કરવાની રહેશે. કોરોના થયા ના 30 દિવસમા જો મોત થયું હશે તો તેને રૂ 50 હજારની સહાય સરકાર આપશે. આ ફોર્મમા મૃતકના પરિવારજનની માહિતી અને મૃતકમુ ડેથ સર્ટી મુકવાનું રહેશે અને આ ફોર્મ વિસ્તારના જન્મ મરણ રજીસ્ટરને જમા કારવાનું રહેશે.

બીજે ક્યાં ક્યાં મળશે ફૉર્મ?

AMCની જન્મ-મરણ નોંધણી ઓફિસ
તમામ પ્રકારનાં સિવિક સેન્ટર પર
www.ahmedabadcity.gov.in પર

શું છે સમગ્ર પ્રક્રિયા?

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેના 30 દિવસમાં થયેલ મૃત્યુ જ કોરોનાથી થયેલ ડેથ ગણાશે

50 હજારની સહાય લેવા માટે MCCD સર્ટિની અરજી કરવાની રહેશે

જૉ સર્ટિમાં મોતનું કારણ કોરોના ન લખ્યું હોય તેવા લોકોએ અલગ ફૉર્મ ભરવાનું રહેશે

ફોર્મ ઉપર આપેલ ડાઉનલોડ લિંક પરથી મેળવી શકસો

બે અલગ અલગ ફૉર્મ ભરવાના રહેશે જેમા પહેલું ફૉર્મ MCCD એટલે કે મેડિકલ સર્ટિફિકેશન કોઝ ઓફ ડેથ માટેનું ફૉર્મ છે જ્યારે બીજું ફૉર્મ કોરોનાથી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા માટેનું ફ્રોમ છે

કોરોનાથી મૃત્યુ પામેલના પરિવારજનોને અપાશે સહાય

રાજકોટમાં કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 458 છે. જેની સામે રાજકોટમાં સહાય માટે 3 દિવસમાં 1 હજાર 700 ફોર્મ વહેંચાયા છે. જ્યારે અમદાવાદમાં કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 3 હજાર 357 છે. જ્યારે AMCએ માત્ર એક જ દિવસમાં 15 હજાર ફોર્મ વિતરણ માટે મૂક્યા છે. મૃતકના પરિવારજનોએ ડેથ સર્ટિફિકેટ માટે અરજી કરવી પડશે. અને મૃત્યુનું કારણ કોરોના ન હોય તેમાં અલગ ફોર્મ ભરવું જરૂરી છે. ત્યારે આ તમામ દસ્તાવેજની તપાસ સરકાર દ્વારા નિયુક્ત સમિતિ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024