પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના નવનિયુકત અને પુર્વ સરપંચો સહિત તલાટી મંત્રીઓ ની મિટિંગ યોજાઈ હતી જેમાં કાંકરેજ મામલતદાર એમ.ટી રાજપૂત, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી રમીલાબેન પરમાર, શિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ ડોકટર ડી.એન.પરમાર, તાલુકા બ્લોક હેલ્થ ના ડોકટર ડોડીયા અને નાયબ તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસ ઇન્સ્પેક્ટર એ. કે. દેસાઈ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં કોરોના અને ઓમિક્રોન વાઇરસ ધીરે ધીરે ગુજરાત માં વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવા માટે અને લોકોમાં જાગૃતિ અભિયાન માટે ફરજિયાત માસ્ક પહેરીને જ બહાર નીકળવા માટે સુચના આપવામાં આવી હતી ત્યારે નવનિયુકત સરપંચો ને લોકોના પ્રશ્નો અને સરકારી લાભો તેમજ વિકાસ ના કામો અંગે માહીતી આપી હતી.
ખાસ કરીને ત્રીજી લહેર છવાઈ ગઈ છે ત્યારે બહારગામ થી ગામમાં પ્રવેશ કરતાં લોકોનો આરોગ્ય વિભાગ ના અધિકારી ને જાણ કરવી તેમજ આરોગ્ય અંગે ચકાસણી કરાવવી જરૂરી છે એ અંગે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારએ જણાવ્યું હતું જેમાં ખાસ કરીને ઉપસ્થિત સરપંચો ને ચુંટણીમાં લોકો સાથે મતભેદ ભૂલીને ગામના વિકાસની ચિંતા કરવા માટે જણાવ્યું હતું.
સૌ પ્રથમ આંગણવાડી કેન્દ્રો ને પ્રયોરિટી આપવા જણાવ્યું હતું અને આરોગ્ય વિભાગ ના સબ સેન્ટર પર જે ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે તંત્રને જાણ કરવા માટે કહેવામાં આવ્યું હતું જો કે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા માં કોરોના અને ઓમિક્રોન જેવા વાઇરસ ને નાથવા માટે આગોતરું આયોજન ના ભાગરૂપે કાંકરેજ તાલુકા પંચાયત ના હોલમાં મિટિંગ બોલાવી હતી જેમાં કાંકરેજ તાલુકાના તમામ ગ્રામ પંચાયતો ના સરપંચો અને તલાટીઓ હાજર રહ્યા હતા.