મહેસાણા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા અને ટિકટોક તથા ઈન્સ્ટાગ્રામમાં પોતાના વીડિયો બનાવી પ્રખ્યાત થયેલા મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. ગુજરાત પોંલીસની ખાખી વર્દી પહેરી તેમણે બહુચરાજી મંદિરમાં ત્રણ વીડિયો બનાવ્યાં છે. ઈન્સ્ટાગ્રામમાં રિલ્સમાં તેમણે પોતાના વીડિયો મુક્યાં છે. અગાઉ પણ તેમણે વીડિયો બનાવતાં સસ્પેન્ડ થયાં હતાં પણ ફરીવાર તેમણે પોલીસની વર્દી પહેરીને વીડિયો બનાવતાં અનેક સવાલો ઉભા થયાં છે.

અર્પિતા ચૌધરીએ ગુજરાત પોલીસની વરદીમાં મંદિર પરિસરમાં યે કાતિલ અદાએ, યે પ્રેમી યે પાગલ, યે ચાહત યે મોહબ્બત સોંગ પર વીડિયો બનાવ્યો હતો. અર્પિતા ચૌધરી અગાઉ પણ આવા વીડિયો બનાવવા મામલે સસ્પેન્ડ પણ થઈ ચૂક્યા છે. પરંતુ ફરી એકવાર વરદીમાં જ વીડિયો બનાવતા સવાલ ઉભા થયા છે કે શા માટે પોલીસની વરદીમાં તેઓએ આ વીડિયો બનાવ્યા અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યાં છે? શું ઉચ્ચ અધિકારીઓની મંજુરી લઈને વરદીમાં વીડીયો બનાવ્યા છે?

મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા અર્પિતા ચૌધરીએ બે વર્ષ પહેલાં પોલીસ સ્ટેશનમાં એક ટિકટોક બનાવ્યો હતો.જેના કારણે ડીવાયએસપી મંજીતા વણઝારાએ તેમને સસ્પેન્ડ કર્યાં હતા. બાદમાં અર્પિતા ટિકટોક સ્ટાર બની ગઈ હતી. જેના પછી તેઓને ગુજરાતી ગીતોના આલ્બમમાં કામ શરૂ કયું હતું અને હિટ થઈ ગયા હતા. ત્યાર બાદ ફરી એકવાર તેઓ ફરજ પર હાજર થઈ અને આ મહામારી સામે લડવા તૈયાર થઈ ગયા છે.અર્પિતા ચૌધરી પોલીસ ખાતામાંથી સસ્પેન્ડ થયા બાદ સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેમસ થઈ ગઈ છે.

ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર તેમના ફોલોઅર્સ વધ્યા છે. ઇન્સ્ટાગ્રામ ઉપર અર્પિતા ચૌધરી ફેન કલબના નામનું એક એકાઉન્ટ પણ બની ગયું છે. હવે ગીત પણ રિલીઝ થયા બાદ એ સમયે ટિકટોકની ખૂબીના કારણે તેઓ વધુ ફેમસ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024