નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ૬૬ માં જન્મ દિવસ નિમિત્તે મહેસાણામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મહેસાણા નગરપાલિકા વિસ્તાર ના નગરસેવકો દ્વારા ઠેરઠેર રક્તદાન કેમ્પો, વૃક્ષારોપણ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. ૬૬ માં જન્મ દિવસ નિમિત્તે ૬૬ બોટલ રક્ત એકિત્રત કરી નાયબ મુખ્યમંત્રી ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
સાથે સાથે ભાજપ યુવા મોરચા દ્વારા યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.તો કડી અને વિસનગર ખાતે પણ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. તો અન્ય સેવાકીય સંસ્થાઆે દ્વારા છોડ વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા.