વેબ સાઈટ ધીમી ચાલતી હોવાની સમસ્યા.
ટેક્ષની રકમ ભર્યા બાદ ચલણ જનરેટ નહી થતું હોવાની સમસ્યા.
વેપારીઓ અને ટેક્ષ કન્સલ્ટન્ટને પડતી હાલાકી.
વેટ ઓડિટ રિપોર્ટ અપલોડ કરવા 31 જાન્યુઆરી સુધી છેલ્લા દિવસોમાં વેબસાઈટ ધીમી ચાલતી હોવાના કારણે ઘણા વેપારીઓ અને ટેક્ષ કન્સલ્ટન્ટો વેટ રિટર્ન અને ઓડિટ સમય સર ફાઈલ કરી શક્યા નથી.
જેના કારણે ઉત્તર ગુજરાત ના ટેક્ષ પ્રેકટીશનર એસોસિયેશન દ્વારા માંગણી કરવામાં આવી છે કે, વેટ રિટર્ન અને ઓડિટ ઓનલાઈન ભરવાની તારીખ લંબાવીને 15 ફેબ્રુઆરી સુધી કરવામાં આવે. જેથી જે વેપારીઓ અને ટેક્ષ પ્રેકટીશનર વેટ રિટર્ન અને ઓડિટ ફાઈલ કરી શકે.
અત્યાર સુધી વેબ સાઈટ ધીમી ચાલતી હોવાના કારણે ટેક્ષની રકમ ભર્યા બાદ ચલણ પણ જનરેટ થતા નહોતા. ઈન્કમટેકસ ઓડિટ ની મુદત વધારીને 15 ફેબ્રુઆરી કરાઇ છે. જેમાં વેપારીઓના આઇ ટી ઓડિટ રિપોર્ટ સાથે સીધો નાતો હોવાથી વેટ રિપોર્ટ સબમિટ થઈ શકે નહી તો આઇ ટી ની જેમ વેટ રિટર્ન અને ઓડિટ ફાઇલની મુદ્દત લંબાવવા રજૂઆત કરાઈ છે.