24×7 અધિકારીઓને હાજર રહેવા કલેકટરનું ફરમાન, તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર નહિ છોડવા આદેશ

કોવીડ હોસ્પિટલોમાં પણ ઓક્સીજનની પુરતી વ્યવસ્થા કરાઈ, ફાયર બ્રિગેડની ટીમોને સ્ટેન્ડ બાય રહેવા સુચના

સરપંચો, તલાટીઓને પણ એલર્ટ રહેવા કલેકટરનું સુચન, ગ્રામ્ય વિસ્તારોમાં લોકો જાતે જ જનતા કર્ફ્યું રાખે એવી અપીલ

તૌકતે વાવાઝોડાને લઈને મહેસાણા જીલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે. જીલ્લાના તમામ અધિકારીઓને ૨૪ કલાક હાજર રહીને હેડ ક્વાર્ટર નહિ છોડવા કલેકટર દ્વારા સુચના આપી દેવાઈ છે. તો કોવીડ હોસ્પિટલોમાં પણ આ દિવસોમાં ઓક્સીજનની અછત ના વર્તાય તે માટે પુરતી વ્યવસ્થા કરી દેવાઈ છે. ઉપરાંત, જીલ્લાના સરપંચો અને તલાટીઓને પણ એલર્ટ કરી દેવાયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં લોકો જાતે જ જનતા કર્ફ્યું રાખે અને તૌકતે વાવાઝોડાનો ખતરો તળે નહિ ત્યાં સુધી કોઈ ઘરની બહાર પણ ના નીકળે તેવી કલેકટર દ્વારા અપીલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024