મહેસાણા જિલ્લા સહકારી સંઘ દ્વારા જિલ્લા ની મહિલાઓ માટે વ્યવસાયિક વિકાસ અને સ્ત્રી સશક્તિકરણ સેમિનાર યોજવા માં આવ્યો હતો.

ગાંધી જયંતિ નિમિત્તે આયોજિત મહિલા લક્ષી કાર્યક્રમ માં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને માનવ જીવન માં પૌરાણિક કાળ થી લઈ હાલ ના અત્યાધુનિક સમય માં મહિલાઓ એવી સ્ત્રીઓના યોગદાન ના અનેક કિસ્સાઓ નીતિન પટેલ દ્વારા રજૂ કરાયા હતા.

તેમજ હાલ ના ઝડપી યુગ માં મહિલાઓની સ્થિતિ માં કેટલા સુધારા આવ્યા છે અને મહિલાઓ આજે ક્યાંથી કયાં સુધી પહોંચી છે અને મહિલાઓએ સમાજ અને પરીવાર માં કેવું અને કેટલું યોગદાન આપી રહી છે એ તમામ બાબતો ની ચર્ચા સેમિનારમાં કરવા માં આવી હતી.