મહેસાણા જિલ્લામાં ઊંઝા નજીક આવેલા કહોડા ગામ થી ગર્ભવતી પરણીતા પોતાના વહાલસોયા બાળક સાથે રીક્ષામાં બેસી વિસનગર જવા નીકળી હતી.
ત્યારે મૂળ દાસજ ગામના વતની મુસ્તાક ઓડ નામના રીક્ષા ચાલક ની રીક્ષામાં બેસી પરણીતા વિસનગર જવા નીકળી હતી.જોકે રિક્ષાચાલક મુસ્તાક ઓડ ની આંખમાં હવસનો કીડો સળવળતા રિક્ષા ચાલક અચાનક રીક્ષા રાજગઢ ગામની સીમમાં સુમસામ જગ્યા એ લઈ ગયો હતો અને ત્યાર બાદ તેના બાળક ને મારી નાખવા ની છરી ની અણીએ ધમકી આપી ગર્ભવતી મહિલા ઉપર હવસખોર રિક્ષાચાલકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઇ છે.
જ્યારે મહિલાએ પોતાની આપવીતી ઊંઝા પોલીસને કરતા ઊંઝા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ફરાર દુષ્કમી રીક્ષા ચાલક ને હિંમતનગર થી ઝડપી દુષ્કર્મ ની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.