મહેસાણા નગરપાલિકાની ગતરોજ કારોબારી બેઠક મળી હતી. કારોબારી ચેરમેન કૌશિક વ્યાસના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ૧૦ થી ૭ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. તો બાકીના ૩ કામોનું રી-ટેન્ડરીંગ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

પાલિકા દ્વારા થોડા દિવસ અગાઉ રક્ષા બંધનના દિવસથી સિટી બસ શરૂ કરવાની વાત કરાઇ હતી. જો કે તે વાતનો ફિયાસ્કો થતા હવે શ્રાવણ માસના અંત સુધી સિટી બસ શરૂ કરવાનું ફરીથી પાલિકા દ્વારા લોકોને લોલીપૉપ અપાઈ રહી છે.

હવે જોવું એ રહ્યું કે વર્ષો થી સિટી બસ ની રાહ જોતી મહેસાણાની પ્રજાને સિટીબસ ક્યારે મળે છે. તો બીજી તરફ ફાયર ફાયટર વિભાગમાં ભરતી અંગેની પ્રક્રિયા પણ હાથ ધરાઇ હતી.