Mehsana News : મહેસાણા શહેરના એક વિસ્તારમાંથી એક સગીરાને ભગાડી જવાની ઘટના બે માસ અગાઉ સામે આવી હતી.જેમાં પરિવાર જનોએ યુવક સામે અપહરણ અંગેની ફરિયાદ મહેસાણા બી ડિવિઝનમાં કરતા સમગ્ર કેસ મહેસાણા પેરોલ ફ્લો ટિમ પાસે આવતા પોલીસે આરોપી અને ભોગ બનનારને અમરેલી જિલ્લા માંથી શોધી કાઢી સફળતા મેળવી હતી.

મહેસાણા (Mehsana) બી ડિવિઝનમાં નોંધાયેલ અપહરણના કેસ અંગે પેરોલ ફ્લો ટીમના માણસોને હ્યુમન સોર્સ અને ટેક્નિકલ આધારે બાતમી મળી હતી કે, ભોગ બનનાર સગીરા અંને ભગાડી જનાર આરોપી અમરેલી જિલ્લાના સેલાણા ગામે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

બાતમી મળતા જ ટીમે ત્યાં જઈ ભોગ બનનાર અને ભગાડી જનાર આરોપી સીધોતરીયા ભાવેશ મધુભાઈને તેના જ ઘરેથી પોલીસે ઝડપી લીધો હતો. બાદમાં ભોગ બનનાર અને ભગાડી જનાર આરોપીને ઝડપી પોલીસે વડા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી વધુ તપાસ માટે મહેસાણા બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024