મહેસાણાના સુંઢિયા ગામની ભાવિના પટેલ મહિલા ટેબલ ટેનિસ ની કલાસ ફોર ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચુકી છે. તેણે રાઉન્ડ ઓફ ૧૬ ના મેચ નંબર ર૦ માં બ્રાઝિલની ઓલિવિરાને હરાવી હતી. ભાવિના પટેલે આ મેચ ત્રીજી ગેમમાં જ જીતી લીધી હતી. ભાવિનાએ પ્રથમ ગેમ ૧ર-૧૦, બીજી ગેમ ૧૩-૧૧ અને ત્રીજી ગેમ ૧૧-૬ થી જીતી હતી. આ જીત સાથે ભાવિના પટેલ દેશ માટે મેડલ જીતવાની એક ડગલું નજીક આવી ગઈ છે.

ટોક્યો પેરાલિમિપક્સ માં ભાવિનાનું ફોર્મ શાનદાર જોવા મળ્યું છે. અને તે એક પછી એક તેની મેચ જીતી રહી છે.ભાવિના ની આ જીત ને લઈને તેના માતા પિતા ખૂબ ખુશ છે અગાઉ, ભાવિનાએ ગ્રેટ બિ્રટનની મેગાન શેકલેટોનને ૩-૧ થી હરાવી હતી. ભાવિનાએ તેની મેચ ગ્રેટ બિ્રટનના ખેલાડી સામે ૧૧-૭, ૯-૧૧, ૧૭-૧પ, ૧૩-૧૧ થી જીતી લીધી હતી. જે જીત સાથે જ તેણે આગલા રાઉન્ડ એટલે કે રાઉન્ડ ઓફ ૧૬ માટે ટીકીટ કપાવી લીધી હતી.

આ મેચમાં ભાવિનાની સારી શરૂઆતને બીજા રાઉન્ડમાં ગ્રેટ બિ્રટનની પેડલર દ્વારા આકરી ટકકર આપી હતી. પરંતુ ફરીથી ભાવિનાએ આગામી બે ગેમ્સને સારી રીતે નિયંત્રિત કરી અને તેની જીતની પાકી કરી લીધી હતી. ભારતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં નવો ઇતિહાસ લખ્યો છે. આ પ્રથમ વખત છે કે જ્યારે ભારતના કોઇ પેડલર ટોક્યો પેરાલિમપિકસની ટેબલ ટેનિસમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હોય. બ્રાઝિલની પેડલર જોયસ ડી ઓલિવિરાને હરાવતી વખતે ભાવિના પટેલે આ કમાલ કર્યો છે.