Meteorological Department

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ગુજરાતમાં કેટલાંક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 8 થી 10 જાન્યુઆરી ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. આમ ફરી એકવાર ખેડૂતોને કૃદરતના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પર ફરી એકવાર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 8 થી 10 જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદ પડી શકે છે.

આ પણ જુઓ : અમદાવાદ: લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે મહિલા પર બળાત્કાર કર્યો

હવામાને સ્પષ્ટ કર્યું છે કે 8 જાન્યુઆરીએ ડાંગ, તાપી, નર્મદા, દાહોદમાં સામાન્ય વરસાદ, જ્યારે 9 જાન્યુઆરીએ છોટા ઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદમાં અને 10 જાન્યુઆરીના દાહોદ ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024