Monsoon
રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં શનિવારે રાતથી વરસાદી (Monsoon) માહોલ છવાયો છે. તો આ સાથે આગામી 3 દિવસ અમદાવાદમાં ઝાપટાંથી લઈને ભારે વરસાદ થવાની શક્યતા છે.
અમદાવાદમાં અત્યારે અવિરત પડી રહેલા વરસાદ (Monsoon) ને કારણે વિઝિબિલિટી પણ ઓછી થઇ ગઇ છે. શહેરમાં રવિવારે સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદમા શનિવાર રાતથી વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં 24 કલાકમાં સવારે 8 કલાક સુધી સરેરાશ 5.80 એમએમ વરસાદ વરસ્યો છે. તેમજ પૂર્વ ઝોનમાં સવારે 8 કલાક સુધી કુલ 4.17 એમએમ, પશ્ચિમ ઝોનમાં 5.76 એમએમ, ઉત્તર પૂર્વમાં 7.50 એમએમ, દક્ષિણ પશ્ચિમમાં 7.50 એમએમ, મધ્યમાં 6.75 એમએમ, ઉત્તરમાં 5.16 એમએમ, દક્ષિણમાં 3.75 એમએમ વરસાદ નોંધાયો છે. ત્યારે શહેરનો આ મોસમનો કુલ સરેરાશ વરસાદ 734.20 એમએમ એટલે 28.91 ઇંચ વરસાદ નોંધાયો છે.
શહેરનાં નિચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી (Monsoon) પાણી ભરાઇ ગયા છે. સીટીએમ હાઇવે પર પણ પાણી ભરાયા છે. નિકોલ ગામમાં ઘૂંટણસમુ પાણી ભરાતા રાહદારીઓ,વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. અમદાવાદની સાબરમતી નદીમાં વરસાદી પાણી સાથે કેમિકલનું પાણી પણ ફેકટરી માલિકોએ છોડ્યું છે. જેથી વિશાલા પાસે આવેલી સાબરમતી નદીમાં કેમિકલનું પાણી છોડાયું છે. ફેક્ટરીઓ દ્વારા કેમિકલનો નિકાલ કરાયો છે. નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી સાથે કેમિકલના પાણી આવતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.