Morbi

Morbi

ગુજરાતમાં મોરબી (Morbi) માં હળવદના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં યુવકે યુવતી પર દુષ્કર્મ આચરી તેનો વીડિયો ઉતારીને બ્લેકમેઇલ કરતો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

મળતી માહિતી મુજબ હળવદના જ એક ગામમાં રહેતા વિશાલ પ્રવિણ એરવાડિયા સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદમાં કરાયેલા આરોપ મુજબ વિશાલ એક યુવતી સાથે તસ્વીરો ખેંચાવીને તેને બ્લેકમેઇલ કરતો હતો. અલગ અલગ સ્થળ પર બોલાવી અવાર નવાર તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ યુવકે પોતાના તથા યુવતીનાં બિભત્સ વીડિયો પણ ઉતાર્યા હતા. એટલું જ નહિ યુવતીની તસ્વીરો લોકોને બતાવીને તેને બદનામ પણ કરતો હતો. 

આ પણ જુઓ : પાટણમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીથી એકનું મોત

યુવતીએ આખરે 13 ડિસેમ્બરના રોજ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. હળવદ પોલીસે ફરિયાદના આધારે વિશાલ એરવાડિયા નામના શખ્સ વિરુદ્ધ તપાસ આદરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024