પાટણ જિલ્લાના સમી તાલુકાના ચડિયાણા ગામે એરંડાના કુણા પાન ખાતા 40થી વધુ ઘેટાંના ટપોટપ મોત નિપજ્યા છે જેના પગલે માલધારી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. એક ખેતરમાં ઘેટાં ચરી રહ્યાં હતા જે દરમિયાન અચાનક જ ઝેરી અસર થતા ઘેટાંના મોત થવા લાગ્યા હતા.
પાટણ: વામૈયામાં મોયણી નદીના પટમાં ઝાડે લટકી યુવક-યુવતીએ કરી આત્મહત્યા
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા ના સમી તાલુકા ના ચડિયાણા ગામે ઘેટાં ઘાસચારો ચરતા ચરતા એક ખેડૂત ના ખેતર માં પહોંચી જઈ ખેડૂત ના વાવેલ એરંડા ના પાક ના કુણા પત્તા ખાઈ જતા 40થી વધુ ઘેટાં ના મોત થયા છે. ઘેટાં મારવાના કારણે અરેરાટી મચી ગઇ છે. તો ખેતર માં ઠેર ઠેર ઘેટાં મૃત હાલતમાં પડેલા જોવા મળે છે. એક તરફ ખેતરમાં ઘેટાં ચરી રહ્યાં હતા જે દરમિયાન અચાનક જ ઝેરી અસર થતા ઘેટાંના ટપોટપ મોત થવા લાગ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતા જ તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આમ એરંડા ના પાન ખાવાથી 40 જેટલા ઘેટાં ના મોત થતા ઘેટાં ના માલિક ને ભારે નુકસાન ભોગવાનો વારો આવ્યો છે.