Mumbai Drug Case aryan khan

ક્રૂઝમાંથી ડ્રગ્સ (Mumbai Drug Case) જપ્ત કરવાના મામલે ધરપકડ કરાયેલ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ની જામીન અરજી (drugs case aryan khan Bail application) પર બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) 26 ઓક્ટોબરે સુનાવણી કરશે. છેલ્લી સુનાવણી દરમિયાન આર્યનના વકીલ સતીશ માનશિંદેએ જજ જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેની સિંગલ બેંચ સમક્ષ અરજી રજૂ કરી અને તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી. તો, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) તરફથી હાજર રહેલા વધારાના સોલિસિટર જનરલ અનિલ સિંહે એક સપ્તાહનો સમય માંગ્યો હતો. જજ જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેએ ત્યારબાદ સુનાવણી માટે 26 ઓક્ટોબર નક્કી કરી હતી.

14 ઓક્ટોબરે આર્યન ખાનને ક્વોરંટીન પુરુ થયા બાદ સ્થાનિક આર્થર રોડ જેલની સામાન્ય બેરેકમાં શિફ્ટ કર્યો હતો. એનસીબીની પ્રારંભિત કસ્ટડ સમાપ્ત થયા બાદ મેજિસ્ટ્રેટે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. અને ન્યાયિક કસ્ટડીમાં મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલી આપ્યો હતો. તેમને સાત દિવસ સુધઈ ક્વોરંટીન રાખવામાં આવ્યા હતા.

આર્યન અને મર્ચેન્ટ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે જ્યારે ધમેચા અહીની બાયકુલા મહિલા કારાગારમાં બંધ છે. મામલામાં આરોપી આર્યન ખાન અને અન્ય સામે એનડીપીએસ કાયદાની કલમ-8 (C), 20 (B), 27,28,29 અને 35 અંતર્ગત મામલો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024