Madhya Pradesh

Madhya Pradesh

ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંનીની ઇસ્લામી આતંકવાદ સામે યુદ્ધ છેડવાની જાહેરાતના વિરોધમાં મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના પાટનગર ભોપાલમાં સેંકડો મુસ્લિમોએ દેખાવો યોજ્યા હતા. આ આંદોલનમાં મેક્રોંની છબી પર લાલ ચોકડી મારીને એમની વિરુદ્ધ સૂત્રો પોકારાયાં હતાં.

આ આંદોલન મામલે રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજ સિંઘે તરત કડક પગલાં લેવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે મધ્ય પ્રદેશ એક શાંત રાજ્ય છે. અહીં કોઇ પ્રકારની આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહિ આવે. ઇન્ડિયન પીનલ કૉડની 188મી કલમ લાગુ પાડીને કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો.

આ પણ જુઓ : પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

પોલીસે આરિફ મસૂદ સહિત અન્ય ઘણા લોકો સામે કોરોનાના નિયમો અને ગાઇડલાઇનના ભંગનો કેસ નોંધ્યો હતો. ગુરૂવારે ભોપાલના ઇકબાલ મેદાનમાં સેકડો મુસ્લિમો ઉમટી પડ્યા હતા. એમની આગેવાની ધારાસભ્ય આરિફ મસૂદે લીધી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024