ભયંકર અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. એક બાળક ઇજાગ્રસ્ત છે. મૃતકમાં એક બાળક અને ત્રણ મહિલાઓ સામેલ છે. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે બહાદુરગઢના બાદલી અને ફરુખનગર વચ્ચે કેએમપી એક્સપ્રેસ હાઇવે પર આ દુર્ઘટના બની છે. અર્ટિંગા કારમાં સવાર લોકો ગુરુગ્રામ તરફ જઈ રહ્યા હતા. તે સમયે તેજ રફ્તારથી આવેલા ટ્ર્કે ગાડીને પાછળથી ટક્કર મારી દીધી હતી. જેના કારણે આઠ લોકોના મોત થયા છે.
દુર્ઘટના પછી આરોપી ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો છે. પોલીસ મામલાની તપાસમાં લાગી ગઇ છે. પોલીસે લાશની ઓળખ અને પોસ્ટમોર્ટમ માટે બહાદુરગઢની હોસ્પિટલમાં મોકલી હતી. સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. ફરાર ટ્ર્ક ચાલકની શોધ કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્ત બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જાણકારી પ્રમાણે કેએમપી એક્સપ્રેસ હાઇવે પર દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો યૂપીના ફિરોઝાબાદના રહેવાસી હતા. ફિરોઝાબાદના નગલા અનૂપ ગામના લોકો ગોગો મેડીથી પરત ઘરે પરત ફરી રહ્યા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે બધા મૃતકો એક જ પરિવારમાંથી છે. ભાડાથી અર્ટિંગા ગાડીમાં કુલ 11 લોકો સવાર હતા. ઘટના દરમિયાન ગાડી ઉભેલી હતી અને કેટલાક લોકો બાથરૂમ જવા માટે ઉતર્યા હતા. હાલ ગાડીનો ડ્રાઇવર, એક મહિલા અને એક બાળકીનો જીવ બચી શક્યો છે. બાકી આઠ લોકોના મોત થયા છે.