Dudhsagar Dairy scam

Dudhsagar Dairy scam

અમદાવાદ સ્થિત સ્પેશિયલ કોર્ટના જજ ડી.વી. શાહે મહેસાણાની દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ (Dudhsagar Dairy scam) માં ડેરીના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર નિશીથ જ્યોતીન્દ્ર બક્ષીના ચાર દિવસાના રિમાન્ડ મંજૂર કર્યા છે. સી.આઇ.ડી.ની 14 દિવસના રિમાન્ડની માગણી સામે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

રિમાન્ડ અરજીમાં સી.આઇ.ડી. તરફથી સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે આરોપી દૂધસાગર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર હતા અને વિપુલ ચૌધરીના મુખ્ય મદદગાર હતા. આરોપીઓ કૌભાંડ કરવા માટે જે સિક્કા બનાવડાવ્યા હતા તે કોની પાસે બનાવડાવવામાં આવ્યા હતા અને હાલ કોની પાસે છે. તેમજ સિક્કાઓનો ઉપયોગ ક્યાં-ક્યાં કરવામાં આવ્યો હતો તેની તપાસ કરવી જરૂરી છે.

આ પણ જુઓ : રાજકોટમાં માત્ર 10મુ ધોરણ પાસ બોગસ ડોક્ટર ઝડપાયો

આ ઉપરાંત પોલીસ સુરક્ષા સાથે ડેરીની ચૂંટણીનું ફોર્મ ભરવા જવાની પરવાનગી માગતી વિપુલ ચૌધરીની અરજી પર કોર્ટ આવતીકાલે શુક્રવારે ચુકાદો જાહેર કરશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.