ઘરમાં નાન તો બધાંને જ ભાવતા જ હોય છે. આમતો તમે રેસ્ટોરાંમાં જમવા જાઓ ત્યારે એક નાનની કિંમત 30-35 રૂપિયા હોય છે. આવા જ નાન જો આપણે ઘરે બનાવીએ તો આપણને માત્ર 4 જ રૂપિયામાં પડે. આ નાન બનાવવા માટે તંદૂર કે ઓવનની પણ જરૂર નહીં પડે.
સામગ્રી:-
- 250 ગ્રામ મેંદો,
- પા ચમચી બેકિંગ પાવડર,
- પા ચમચી મીઠું,
- ત્રણ ચમચી તેલ,
- એક થી દોઢ કપ નવશેકું પાણી,
- જરૂર મુજબ ઝીણું સમારેલું લસણ,
- જરૂર મુજબ ઝીણી સમારેલી કોથમીર,
રીત:-
- સૌપ્રથમ એક બાઉલમાં મેંદો કાઢી લો. મેંદામાં પા ચમચી બેકિંક પાવડર અને પા ચમચી મીઠું એડ કરી બરાબર મિક્સ કરી દો.
- બાદમાં અંદર બે ચમચી તેલ નાખો અને મિક્સ કરી લો. હવે નવશેકું પાણી થોડું-થોડું એડ કરતા જાઓ અને લોટ બાંધતા જાઓ. લોટને વધારે મસળવો નહીં, માત્ર બધું મિક્સ કરી કડક લોટ બાંધવો.
- લોટને બાંધીને ભીના કપડાથી 15 માટે મૂકી દો. 15 મિનિટ બાદ લોટ ચીકણો બની જશે. હવે ઓરસિયા કે કિચન ફ્લોર પર થોડું અટામણ લઈ લોટ મૂકો અને બે હાથથી ખેંચી-ખેંચીને લોટને મસળો. લોટને જેટલો વધુ મસળશો, નાન એટલા જ વધુ સોફ્ટ બનશે. લોટને જેટલો વધું ખેંચશો એટલો જ સારો બનશે નાન.
- બરાબર મસળી લીધા બાદ આંગળીઓને અંદરની તરફ દબાવી-દબાવીને ગોળો તૈયાર કરો.
- ત્યારબાદ નાનને ઘરનાજ તવા ઉપર શેકીલો
- અને મજા માણો સ્વાદિષ્ટ ગાર્લિક નાન ની.