Bollywood drug connection

સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસથી શરૂ થયેલી બોલિવૂડમાં ડ્રગ (Bollywood drug connection) કાર્ટેલની તપાસમાં હવે ઇન્ડસ્ટ્રીમાં ઘણાં મોટા નામો સુધી પહોંચતી જોવા મળી રહી છે. સોમવારે સાંજે વધુ એક મોટી હસ્તી, એટલે કે દીપિકા પાદુકોણનું નામ આવ્યું છે.

અત્યારે જ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઇન્વે્સટિગેસમાં જયા સાહાની મેનેજર કરિશ્માએ દીપિકા પાદુકોણની વાતચીત સામે આવી છે. જયા સુશાંતની ટેલેન્ટ મેનેજર હતી જેનાંથી NCB એ પૂછપરછ કરી છે.

NCB એ આ સંદર્ભમાં દીપિકાનાં મેનેજર કરિશ્મા પ્રકાશની પણ પૂછપરછ કરવા માટે સમન પાઠવ્યું છે, કારણ કે દીપિકાએ કરિશ્મા મારફત જ હશીશ ડ્રગ્સ મગાવ્યું હતું. દીપિકા ચેટમાં હૈશ (હશીશ) ડ્રગ મગાવે છે, જ્યારે સામે કરિશ્મા કહે છે કે હૈશ નહીં વીડ છે.

અહેવાલોને ટાંકી કહેવામાં આવી રહ્યું છે કે, ડ્રગ કનેક્શનની (Bollywood drug connection) તપાસ કરી રહેલી NCBની ટીમ દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશ અને દીપિકા વચ્ચે એક લાંબી ચેટ ચી-સ્ટોર કરવામાં સફળતા મળી છે. એમાં દીપિકા કરિશ્મા પાસે ડ્રગ્સની માગ કરી રહી છે. એમાં અમિત તથા શૈલ નામની બે વ્યક્તિ પણ છે. હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે અમિત અને શૈલ કોણ છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024