સાગોડીયા ખાતે પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજની અધ્યક્ષતામાં નશાબંધી સપ્તાહ-૨૦૨૦નો સમાપન સમારોહ યોજાયો

પૂજ્ય મહાત્મા ગાંધીના નશાબંધીના વિચારોનો સાંપ્રત સમયમાં વધુને વધુ ફેલાવો થાય તે માટે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહ-૨૦૨૦ની ઉજવણી કરવામાં આવી.

જેના અંતિમ દિવસે સાગોડીયા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજના અધ્યક્ષસ્થાને સમાપન સમારોહ યોજાયો.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજે જણાવ્યું કે, મહાત્મા ગાંધીજીના આદર્શોને પગલે રાજ્યમાં નશાબંધી નીતિ અમલમાં છે જેનો ચુસ્ત અમલ કરી આપણે પૂજ્ય બાપુને સાચી સ્મરણાંજલી પાઠવવાની છે. નશો વ્યક્તિને શારીરિક, માનસિક, સામાજિક તથા આર્થિક રીતે પાયમાલ કરી નાંખે છે. બાળકોને શરૂઆતથી જ નશાથી દૂર રાખવા એ પ્રત્યેક માતા પિતાની ફરજ બને છે. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ સાગોડીયાના ગ્રામજનોને કાયદામાં નિર્દેશિત જોગવાઈઓનો ઉપયોગ કરવા તથા ગુના વિરૂદ્ધ નાગરીક તરીકે પોતાના હકનો ઉપયોગ કરવા પર ભાર મૂકી નશાની બદીથી દૂર રહેવા સંકલ્પ લેવડાવ્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત ટૉબેકો કંટ્રોલ સમિતિના સભ્યશ્રી નરેશભાઈ પટેલે નશાથી થતા નુકશાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી નશાખોરી સામે લડવા અને નશાબંધી માટે સંકલ્પબદ્ધ થવા અપીલ કરી હતી. જ્યારે નશાબંધી અને આબકારી અધિક્ષક સુશ્રી એસ.કે.દવેએ જણાવ્યું કે, નશાની બદી એ સામાજિક સમસ્યા હોઇ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અન્ય સમસ્યાઓને જન્મ આપી દેશની પ્રગતિમાં અવરોધરૂપ બને છે. માટે ગામના લોકોને આ સમસ્યા પ્રત્યે જાગૃત થવા અનુરોધ કર્યો હતો.

નશાબંધી સપ્તાહ-૨૦૨૦ના સમાપન સમારોહના અંતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા વ્યસન મુક્તિ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં સાગોડિયા ગામના નાગરિકો, નશાબંધી અને આબકારી કચેરી તથા પોલીસ ખાતાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024